કાવ્ય લેખન અને પઠન સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ આવતા શાળા તથા પરિવારનું ગૌરવ વધાર્યું
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવા માટે તેમજ વિદ્યાર્થીઓમાં રહેલી કલાઓને વિકસાવવા માટે અનેકવિધ સહઅભ્યાસીક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ પોતાનામાં રહેલી શક્તિઓ બહાર લાવે છે, એ અન્વયે જી.સી.ઈ. આર.ટી. ગાંધીનગર અને જીલ્લા શિક્ષણ તાલીમ ભવન-મોરબી પ્રેરિત અને બીઆરસી ભવન-મોરબી આયોજિત કલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કલા-ઉત્સવ અંતર્ગત શાળાકક્ષા, કલસ્ટર કક્ષા, બ્લોકકક્ષા, જીલ્લાકક્ષા અને રાજયકક્ષા સુધી પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં ગાયન, વાદન, ચિત્ર અને કાવ્ય લેખન તથા પઠનની સ્પર્ધા યોજવામાં આવે છે જેમાં પ્રાથમિક વિભાગમાં તાલુકા કક્ષાની સ્પર્ધામાં ૧૮ ક્લસ્ટરમાંથી દરેક સ્પર્ધામાં ૧૮ એમ કુલ ૭૨ વિદ્યાર્થીઓએ તાલુકાકક્ષાએ ભાગ લીધો હતો
જેમાં કાવ્ય લેખન અને પઠન વિભાગમાંથી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થીની હેન્સી દિલીપભાઈ પરમાર કે જેની વકતૃત્વ શૈલી પણ બેનમૂન છે. હેન્સી પરમાર પોતાની યુ-ટ્યુબ ચેનલ ‘હેન્સી પરમાર’ માં રાષ્ટ્રીય અને ધાર્મિક તહેવારોનું મહાત્મીય રજૂ કરતા સુંદર વક્તવ્ય મૂકે છે. જે હેન્સી પરમાર કે જેનું કાવ્ય લેખન અને પઠન તાલુકા કક્ષાએ પ્રથમ નંબર આવતા શાળાનું અને પરિવારનું ગૌરવ વધારતા હેન્સીને અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને જીલ્લા કક્ષાએ સર્વોત્તમ દેખાવ કરી રાજ્ય કક્ષાએ પણ મોરબીનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે.