Saturday, December 21, 2024
HomeGujaratમોરબી:ડ્રાઇવિંગ લાઇસન્સ રીન્યુ ન કર્યું હોય તેવું બહાનું આપી ક્લેઇમ નામંજૂર કરનાર...

મોરબી:ડ્રાઇવિંગ લાઇસન્સ રીન્યુ ન કર્યું હોય તેવું બહાનું આપી ક્લેઇમ નામંજૂર કરનાર વીમા કંપનીને ગ્રાહક અદાલતની લપડાક

કારમાં થયેલ નુક્સાનીના વ્યાજ સાથે રૂ.૩.૨૪ લાખ ચૂકવવા આદેશ

- Advertisement -
- Advertisement -

મોરબીના વતની રાજેશ વલ્લભભાઈ બારૈયા પોતાની કારમાં નુકશાન થતાં બજાજ એલીયાંઝ જનરલ ઇન્સ્યોરન્સમાં વીમો હોઈ જેથી તમામ કાગળો રજુ કર્યા હતા. ત્યારે વીમા કંપનીએ વીમો આપવાની ના પાડતાં મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરતા અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો હતો. જેમાં કારમાં થયેલ નુકસાનીના વ્યાજ સહિત રૂ.૩,૨૪,૨૦૦/- વીમા કંપનીએ ફરીયાદી એવા કાર માલિકને ચુકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.

આ કેઇસની વિગત મુજબ મોરબીના વતની રાજેશભાઇ વલ્લભભાઈ બારૈયા એ પોતાની વીટારા બ્રેજા કાર ૨૦૧૭ ની સાલમાં ખરીદી કરેલ અને ત્યારથી રેગયુલર વીમો બજાજ એલીયાંઝ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં વીમો ભરતા આવ્યા હતા. ત્યારે ગત તા.૨૧ મે ૨૦૨૩નાં રોજ તેમની કાર ઉમા ટાઉનશીપ બહાર વીજ પોલ સાથે ટકરાતા કારને ઘણુ નુકશાન થયેલ તેમણે તાત્કાલીક મારૂતીના ડીલરને જાણ કરેલ અને ડીલરે વીમા કંપનીને જાણ કરેલ. જેમાં વીમાના કાગળો, આર.સી. બુક, લાયન્સન્સ બધુ સમયસર રજુ કરેલ પરંતુ વીમા કંપનીએ એવુ જણાવેલ કે ગાડી ચલાવનાર ગીરધરભાઈ અધારા પાસે જે ડ્રાઇવીંગ લાઈસન્સ છે તે રીન્યુ કરાવેલ નથી માટે નુક્સાનીના રૂપિયા નહીં મકે તેમ કહી ક્લેઇમ નામંજૂર કર્યો હતો.

જે બાદ રાજેશભાઇ દ્વારા મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાનો સંપર્ક કરતા લાલજીભાઈ મહેતા દ્વારા મોરબી ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં ઉપરોક્ત તમામ દસ્તાવેજી પુરાવા સાથે વીમા કંપની સામે કેઇસ દાખલ કરાવેલ ત્યારે આ કેઇસ ગ્રાહક અદાલતમાં ચાલી જતા નામદાર કોર્ટ દ્વારા કહયુ કે ગીરધરભાઇએ લાયન્સ રીન્યુ માટે ઓન લાઇન અરજી કરેલ છે તે કારણ ચાલે નહી, બીજું કે ગ્રાહકે વીમો તો ભરેલ છે માટે વીમા કંપનીએ રૂા.૩,૦૯,૨૦૦ કુલ ખર્ચના તથા રૂા. ૫,૦૦૦/- માનસીક ત્રાસના તેમજ ૧૦,૦૦૦/ અન્ય ખર્ચ એમ કુલ રૂા. ૩,૨૪,૨૦૦/- કાર માલિકને ચુકવવાનો આદેશ કરેલ છે.

વધુમાં લાલજીભાઈ મહેતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈ ગ્રાહકને અન્યાય થાય તો મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મોબાઇલ નં. ૯૮૨૫૭ ૯૦૪૧૨, બળવંતભાઈ ભટ્ટ મો. ૯૩૨૭૪ ૯૯૧૮૫, રામભાઈ મહેતા મો. ૯૯૦૪૭ ૯૮૦૪૮નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!