વર્ષ ૨૦૨૩માં કિયા અને હ્યુન્ડાઈ કંપનીએ કારમાં આગ લાગવાની ભારે શક્યતા હોવાના કારણે નોર્થ અમેરિકામાં ૧.૧૩ લાખ જેટલા વાહનો પરત ખેંચવાની જાહેરાત કરી હતી
મોરબીના લિલાપર રોડ પર ગઈ કાલે બપોરના સમયે કિયા કારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં ઉદ્યોગપતિ અજય ગોપાણી નામનાં વેપારીનું સળગી જવાથી મોત થયું છે. ત્યારે હ્યુન્ડાઇ અને કિયા મોટરમાં આગ લાગવાનું જોખમ વધુ લાગી રહ્યું છે. તેવો રિપોર્ટ રોઇટર્સ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. જેથી કંપનીએ હ્યુન્ડાઈ અને કિયા બંને સાથે કાર સાથે મળીને ઉત્તર અમેરિકામાં 1.13 લાખથી વધુ વાહનોને પાછા બોલાવી રહ્યાની જાહેરાત કરી હતી. જ્યારે ભારતમાં આ પ્રકારે વાહનો પરત ખેંચવાની જાહેરાત કરવામાં આવી નથી.
મોરબીમાં લિલાપર રોડ પર ભર બપોરે કિયા કારમા આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં કાર ઉધોગપતિનું સળગી જવાને કારણે મોત થઈ ગયું હતું અને આગ નું કારણ હજુ પણ અકબંધ છે.ત્યારે હ્યુન્ડાઇ અને કિયા મોટરમાં આગ લાગવાનું જોખમ વધુ લાગી રહ્યું છે. તેવો રિપોર્ટ રોઇટર્સ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. જેને લઇને ઓગસ્ટ ૨૦૨૩માં ટાઈમ ઓફ ઈન્ડીયા દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે હ્યુન્ડાઈ અને કિયા બંને સાથે મળીને ઉત્તર અમેરિકામાં ૧.૧૩ લાખથી વધુ વાહનોને પાછા બોલાવી રહ્યાં છે. કારણે કે આગ લાગવાનું જોખમ વધુ લાગી રહ્યું છે. તે ઉપરાંત કોરિયન ઉત્પાદકોએ વાહન માલિકોને અસરગ્રસ્ત વાહનોને તેમના ઘરની બહાર અને બાકી રહેલા બાંધકામોથી દૂર પાર્ક કરવા વિનંતી કરી છે. જેમાં જે વાહનોને અસર થઈ છે તેમાં 2023-2024 હ્યુન્ડાઈ પેલિસેડ, 2023 હ્યુન્ડાઈ ટક્સન, 2023 હ્યુન્ડાઈ સોનાટા, 2023 હ્યુન્ડાઈ એલાન્ટ્રા અને 2023 હ્યુન્ડાઈ કોના, 2023-2024 કિઆ સેલ્ટોસ, 2023 કિઆ સોલ્ટ, અને 2023 કિઆ સ્પોટેગ યુનાઇટેડ સ્ટેટ્સમાં લગભગ 52,000 હ્યુન્ડાઇ અને 40,000 કિયા કાર રિકોલ હેઠળ આવરી લેવામાં આવી છે, જેમાં વધારાના 11,000 હ્યુન્ડાઇ વાહનો અને કેનેડામાં 10,700 કિયા વાહનો સામેલ છે. જ્યારે ભારતીય બજારમાં Hyundai અથવા Kia દ્વારા આવા કોઈ રિકોલની જાહેરાત કરવામાં આવી નથી. જેના કારણે જ દેશમાં લગભગ પ્રથમ બનાવ સામે આવ્યો હશે કે જેમાં મોરબી શહેરના લિલાપર રોડ પર બપોરના સમયે GJ 36 AC 4971 નંબરની કિયા કંપનીની કારમાં આગ લાગી હતી. જેમાં કાર ચાલક યુવા ઉદ્યોગપતિ અજય નાનજીભાઈ ગોપાણીનું સળગી જવાથી મોત નિપજ્યું હતું. જેના કારણે એક પુત્ર એ પિતાની છત્રછાયા ગુમાવી પડી છે. ત્યારે બંને કંપનીએ દાવો કર્યો છે કે અત્યાર સુધી વિદેશમાં જે હિટ ને કારણે આગ લાગવાના બનાવો બન્યા તેમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ભારતમાં આ પ્રથમ બનાવ સામે આવ્યો છે કે જેમાં એક વ્યક્તિ જીવતો ભડથું થઈ ગયો છે. ત્યારે ભારતમાં કિયા કંપની ની કારમાં આગ લાગવાના અસંખ્ય બનાવો સામે આવી ચૂક્યા છે અને હજુ પણ લાખો લોકો કિયા કાર નો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે અન્ય લોકોનો જીવ બચાવવા આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થવી અત્યંત જરૂરી બની ગયું છે.