મોરબીમાં સીટી એ ડિવિઝન પોલીસ ટીમ શનાળા રોડ વિસ્તારમાં નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાણીપીણીની દુકાન બહાર ટેબલ ખુરશી રાખતા તથા પાનની દુકાન બહાર ચા-ની કેબીન રાખી રાહદારીઓ અને ટ્રાફિકને અડચણરૂપ થતા ત્રણ દુકાન-ધારકો સામે ગુનો નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
જેમાં શનાળા રોડ નવા બસ સ્ટેન્ડ સામે દિલખુસ ભેળ નામની દુકાન ધારક આરોપી ભાવેશભાઈ મુકેશભાઈ સોમમાણેક ઉવ.૪૦ રહે. લખધીરવાસ ચોક તથા શનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાનવાળી શેરીમાં જે.પી.તીખાશ નામની દુકાન ધારક આરોપી જયેશભાઇ વલ્લભદાસ પંડિત ઉવ.૫૦ રહે.સત્યમ પાનવાળી શેરીવાળાએ પોતાની દુકાન બહાર ટેબલ- ખુરશી, ટુલ્સ-બાકડાઓ રાખ્યા હોય આ ઉપરાંત નવા બસસ્ટેન્ડમાં આવેલ કોમ્પ્લેક્ષ સામે ક્રિષ્ના પાન નામની દુકાન ધારકે પોતાની પાનની દુકાન બહાર ચા-ની કેબિન રાખી માણસો તથા ટ્રાફિકને અડચણ ઉભી કરેલ હોય જેથી ક્રિષ્ના પાનની દુકાન-ધારક આરોપી ચિરાગભાઈ અમુભાઈ રાઠોડ ઉવ.૨૧ રહે.નાની વાવડી શીતલપાર્ક સોસાયટીવાળા સામે ટ્રાફિક નિયમનના ભંગની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.