Thursday, October 3, 2024
HomeGujaratમોરબીના લોકોના જીવ ને જોખમાય તે રીતે આડેધડ ધરબી દેવાયેલા મસમોટા ગેરકાયદેસર...

મોરબીના લોકોના જીવ ને જોખમાય તે રીતે આડેધડ ધરબી દેવાયેલા મસમોટા ગેરકાયદેસર હોર્ડીગ પર કોની રહેમ નજર?

મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી સક્રિય એક ચોક્કસ વ્યક્તિઓ દ્વારા મોરબીના રોડ ના કોન્ટ્રાક્ટ હોય કે જાહેરાત ના તે સર કરવા એક અભિયાન ચાલી રહ્યું છે અને આ અભિયાન સામે કોઈ બોલે તો તેને યેન કયેન્ન પ્રકારે ખોટા આક્ષેપ કે કેસો કરાવડાવી બોલતી બંધ કરવા એક ચોક્કસ લોકો સક્રિય છે પરંતુ એ લોકોને એ નથી ખબર કે કાચના મહેલ પર હંમેશા સત્ય રૂપી પથ્થર ભારે જ હોય છે.સત્ય ગમે તેમ કરી તમે ડામવા પ્રયાસ કરો પરંતુ સમાજને ચાર આંખો હોય છે સમાજ અરીસો છે બધું જુએ છે મોરબી માં લોકો ખુંસ સમજુ છે તે આખા વિશ્વમાં ધંધા માટે જાણતા છે મોરબી વાસીઓને ક્યારે શું કરવું અને કોણ શું કરે છે તે ખૂબ સારી રીતે સમજવા સક્ષમ છે.ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મોરબીમાં ઔધોગિક તેમજ સામાજિક ક્રાંતિ માટે ખૂબ જાણીતા છે.તેઓએ લુખ્ખાગીરી હોય કે અન્ય ગેરરીતિ કરતા ધંધાર્થીઓ તેને સામે પડકાર આપી ખુલ્લી ચેલેન્જ આપી છે અને લોકોને પણ આગળ આવી આવા લોકો સામે બંડ પોકારવા જણાવ્યું છે જે કાબિલે દાદ કામગીરી છે જેને લઇને સમાજમાં અનેક લોકો કિનારે પણ થઈ ગયા છે.પરંતુ મોરબીમાં અમુક સક્રિય છે જે પોતાની જાતને હોશિયાર સમજે છે અને મોરબી શહેરમાં આડેધડ જાહેરાત ના બોર્ડ અને તમામ નાના મોટા કામોમાં પોતાનો હસ્ત ક્ષેપ કરી રહ્યા છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં હાલ શહેરમાં જાહેર માર્ગો પર આડેધડ જીવન જોખમે મસમોટા જાહેરાતોના બોર્ડ ઊભા કરી દેવામાં આવ્યા છે.જેની કોઈ મંજૂરી લીધી છે કે કેમ? કોઈ કોન્ટ્રાક્ટ છે કે કેમ? તેનું ભાડું કોને અને કઈ રીતે ચૂકવવામાં આવ્યું છે ? બોર્ડ સિવાય આ તત્વો ની એક નોંધાયેલ કંપની માં ક્યા ક્યા કામો અને ક્યા ક્યા કોન્ટ્રાક્ટ ના હિસાબ પાલિકા ના એકાઉન્ટમાંથી આવે છે કે કેમ ? મોરબીના માર્ગો હોય કે કોઈ છત કે પછી ખુલ્લા ગ્રાઉન્ડ ગમે ત્યાં જ્યાં જુઓ ત્યાં આ હોર્ડિંગ ખુલ્લી જગ્યા કે પ્લોટ હોય ત્યાં લોખંડ ના મોટા પાઇપોના સ્ટેન્ડ બનાવી બેફામ રીતે ઊભા કરી આર્થિક ઉપાર્જન લેવામાં આવે છે એટલું જ નહિ ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેશન ને જાગૃત નાગરિક દ્વારા જાહેરાત ના બોર્ડ જીવને જોખમાય તેમ ઊભા કરી દેવાયાની પિટિશન દાખલ કરી હતી. તેમાં AMC ને કડક કાર્યવાહી કરવા સૂચન કરી તમામ હોર્ડીગ ત્વરિત દૂર કરવા અને આવા લોકો કંપની સામે પગલાં લેવા સૂચન કર્યું છે પરંતુ મોરબી ને તો જાણે જુદા કાયદા લાગુ પડતાં હોય તેમ આડેધડ આવા બોર્ડ ઊભા કરી દેવામાં આવ્યા છે જો આબોર્ડ કોઈ માથે પડે તો કોઈ જીવતો બચે નહિ જેથી આગામી સમયમાં જો આવી ઘટના બનશે તો જવાબદાર કોણ ?

મોરબી ઝૂલતા પુલમાં જેમ ઘટના બની અને આરોપીઓ બનાવાયા તેમ આ જાહેરાતના ગેરકાયદે હોર્ડિંગ પડશે તો આવા વ્યક્તિઓને જવાબદાર ગણી ગુનો નોંધવામાં આવશે એ મોટો પ્રશ્ન છે .હાલ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા એ જીલ્લા કલેકટર અને તંત્રને આવા તમામ તત્વો સામે કડક હાથે કામ લેવા તાકીદ કરી છે જેના ભાગરૂપે મોરબી જિલ્લા કલેકટર કે બી ઝવેરી દ્વારા પણ આવા હોર્ડીગ દૂર કરવા સૂચના આપી હોવાનું જણાવેલ છે પણ આ સૂચનાનું પાલન કેટલાક સમયમાં થાય એ જોવું રહ્યું.હાલ આ જાહેરાતના હોર્ડીગ ની પરમિશન કોને આપી અને આ ના લીધે દુર્ઘટના બને તો જવાબદાર કોણ એ મોરબીની જનતાને તંત્ર એ જણાવવું જરૂરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!