બે ઓકટોબર ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીજીના જન્મ દિવસ નિમિતે ખેડૂતો અને ખેડૂત આગેવાનોએ ગાંધીનગર ખાતે એકત્રિત થઈને વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોને પાક વિમો, પોષણસમ ભાવ, સિંચાઇના પાણી આપવા અને જમીન ધોવાણ બાબતે ખેડૂતોએ સહાય ચૂકવવા ખેડૂતોએ માંગણી કરી હતી.
દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને લાલબહાદુર શાસ્ત્રી ની જન્મ જયંતિ નિમિતે ખેડૂતોએ ગાંધીનગરમાં એકત્રિત થઈને વિરોધ નોંધાવ્યો હતો. વર્તમાન સમયમાં ખેડુતોની બદતર હાલત દર્શાવી તેના હકની માંગણીઓ કરી હતી. જેમાં પાક વીમો, પોષણસમ ભાવ વધારો, સિંચાઇ માટે પાણી આપવું અને જમીન ધોવાન બાબતે ખેડુતોને સત્વરે સહાય આપી ખેડૂતોના અધિકારની માંગ કરવામાં આવી હતી.