મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા શહેરમાં બે પાર્ટી પ્લોટમાં ગરબા કાર્યક્રમ શરૂ થાય તે પૂર્વે સ્થળ ઉપર જઈ નવરાત્રી મહોત્સવના આયોજક તથા સિક્યુરિટી ગાર્ડ અને બોડીગાર્ડ(પુરુષ મહિલા બાઉન્સર)ને આગ લાગવાના સમયે શુ કરવું અને શું ન કરવું તેના વિશે તેમજ ફાયર સેફટીના સાધનોનો કઈ રીતે ઉપયોગ કરવો તે માટે તાલીમ આપવામાં આવી હતી.
મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા આજથી પ્રારંભ થતી નવરાત્રીમાં કોઈપણ અણબનાવ ના બને તેના ભાગરૂપે ઉમિયા નવરાત્રી અને પાટીદાર નવરાત્રી મહોત્સવ પાર્ટી પ્લોટના સ્થળ પર સાંજના ૭ વાગ્યે જઈને બંને નવરાત્રી મહોત્સવ પાર્ટી પ્લોટમાં આયોજક સહિત ત્યાં ફરજ બજાવતા બોડીગાર્ડ (બાઉન્સર) અને સિક્યુરિટી ગાર્ડને આગ લાગવાની ઘટના બને ત્યારે ફાયર ટ્રેનીંગ અને અગ્નિસામક સાધનોનો કંઈ રીતે ઉપયોગ કરવો તેમજ શું કરવું ? અને શું ના કરવું ? એની પુરતી માહિતી આપવામાં આવી હતી.
વધુમાં મોરબી ફાયર વિભાગ હેડ દેવેન્દ્રસિંહ દ્વારા જણાવ્યું હતું કે મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તો ૨૪ કલાક મોરબીની જનતાની સેવા માટે હાજર જ છે, પરંતુ જ્યારે આગ લાગવાની ઘટના બને તો ત્યાં હાજર રહેલ સિક્યુરિટી ગાર્ડ અથવા કોઈ પબ્લિકમાંથી ફાયર ટ્રેનિંગ લીધેલ હસે તો ફાયર ટીમ પહોંચે તે પહેલા પોતાની તથા બીજા લોકોની સેફટીનું ધ્યાન રાખી શકે, અને કેવી રીતે ૧૦૧ કંટ્રોલરૂમનો કોન્ટેક્ટ કરવો તે પણ જણાવવામાં આવ્યું હતું. અંતમાં તેઓએ જણાવ્યું કે (ફાયર ઓફિસર) દેવેન્દ્રસિંહ જાડેજા મો : 9979027520 અને જયેશ ડાકી (લીડિંગ ફાયરમેન) મો : 9737403514 માં કોઈપણ ફાયર ઇમરજન્સી વખતે સંપર્ક કરી શકો છો.