મોરબી સહિત ગુજરાતમાં રખડતા ઢોરના ત્રાસની સમસ્યા સામે આવતી હોય છે, મોરબીમાં મુખ્ય રોડ રસ્તા ઉપર રખડતા ઢોરના ત્રાસની સમસ્યા અંગે અનેકો વખત રજૂઆતો કરવામાં આવી છે, ત્યારે હાલ મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે મોરબી સીટી પોલીસના પીઆઇ સહિતના પોલીસ કાફલા સાથે મોરબીના શનાળા રોડ ખાતે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
શહેરમાં રખડતા ઢોર તેમજ આખલા-યુદ્ધના ત્રાસને લીધે રોડ રસ્તા ઉપર રાહદારી તથા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો જેમાં કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે અનેક વખત રજૂઆતને ધ્યાને લઈ પાલિકા તંત્ર દ્વારા ગઈકાલે પોલીસ બંદોબસ્ત સાથે રખડતા ઢોર પકડની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પાલિકાની ટીમ તથા મોરબી સીટી પોલીસ કાફલા સાથે મોરબી શહેરના મુખ્ય રોડ એવા શનાળા રોડ ખાતે રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સુપર માર્કેટ, સરદાર બાગ તથા ઉમિયા સર્કલ સહિતના સ્થળોએથી રખડતા ઢોર પકડવામાં આવ્યા હતા.
ત્યારે આ સફળ કામગીરીમાં મોરબી પાલિકાની ટીમ સહિત સીપીઆઈ પીઆઇ કે.કે.દરબાર, હેડ કોન્સ.રવિંદસિંહ, કોન્સ.નિલોફરબેન યુનુસભાઈ, હેડ કોન્સ.નિર્મળસિંહ, કોન્સ.પરાક્રમસિંહ, કોન્સ.જયેશભાઇ ચંદુભાઈ, કોન્સ.જીવણભાઈ દેવશીભાઈ, કોન્સ.રંજનબેન અમરશીભાઈ, કોન્સ.ભારતીબેન વિઠ્ઠલભાઇ સહિતનાઓ જોડાયા હતા.