મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે વધુ એકવાર લેભાગુ ફાયનાન્સ કંપનીઓ-બેંકો સામે ત્વરિત તપાસની માંગણી સાથે આરબીઆઇ ગવર્નરને લેખિત રજુઆત કરી
મોરબીમાં હાલ ખાનગી ફાયનાન્સ કંપની-બેંકોનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ ચોકે ચોકે કેટલીયે ફાયનાન્સ કંપની-બેંકો શરૂ થઈ છે જેમાં મકાન લોન, ગોલ્ડ લોન, પર્સનલ લોન, ધંધા માટેની લોન જેવી વિવિધ પ્રકારની લોન આપવામાં આવતી હોય છે. પરંતુ ઉપરોક્ત ફાયનાન્સ કંપનીઓ-બેંકો આરબીઆઇ દ્વારા નક્કી કરેલ વ્યાજ તથા નિયત કરેલ નિયમો કરતા વિરુદ્ધ નીતિથી ચાલીને ગ્રાહકો સાથે એક પ્રકારની સરેઆમ છેતરપિંડી કરતા હોય છે. જે તમામ બાબતે સંપૂર્ણ વિગતો સહિત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા આરબીઆઇ ગવર્નરને લેખિત રજુઆત કરી બિન અધિકૃત રીતે ચાલતી તમામ ફાયનાન્સ કંપનીઓ-બેંકો સામે ખાતાકીય તપાસની માંગણી કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી ગ્રાહક સુરાજશ મંડળના પ્રમુખ દ્વારા કરવાના આવેલ લેખિત રજુઆતમાં જણાવવામાં આવ્યું કે મોરબીમાં ઘણી ફાયનાન્સ કંપનીઓ-બેંકોની ઓફિસ મોરબીમાં હાલ કાર્યરત છે. જે ગ્રાહકોને મકાન લોન, ગોલ્ડ લોન તથા ધંધા માટે કે અન્ય ઘણી રીતે લોન આપે છે, પરંતુ આ લોનનું વ્યાજ રીઝર્વ બેંક દ્વારા નકકી કરેલ કરતા વધારે ઉંચું લેવામાં આવે છે. આ સિવાય ચેક રીર્ટન થાય તો ૫૦૦ (પાંચસો) રૂપિયા પેનલટી, એક હપ્તો રહી જાય તો મન માનીતુ વ્યાજ લઈ લે છે તેમજ ગ્રાહકને જાણ કર્યા વગર સોના ઉપર લોન લીધી હોય તો તે સોનાને ગાળી નાખવુ, ત્રણ હપ્તા ચડી જાય તો ગાડી ખેંચી જાય અને ગ્રાહકની જાણ બહાર ગાડી વહેંચી નાખવી, ત્રણ હપ્તા ચડી જાય તો માત્ર પાંચ લાખની લોન સામે પચ્ચીસ લાખના મકાનને શીલ મારી દે છે આવી ઘણી રીતે ગ્રાહકોને ત્રાસ સાથે માનસીક પીડા ભોગવવી પડે છે. બીજીબાજુ લોનના હપ્તા ચડી જાય તો અમુક ફાયનાન્સ કંપની-બેંકો કડકાઈથી હપ્તાની ઉઘરાણી કરે છે ત્યારે આવી પરિસ્થિતિમાં ગ્રાહક જાય કયાં ? કેમ કે ફાયનાન્સ કંપનીની હેડ ઓફિસ ચેનાઈ, કોલકતા, બેંગલોર, તથા અન્ય રાજયોમાં હોય છે, તેની સામે જો કાનુની કાર્યવાહી કરવી હોય તો જે તે રાજયની જયુડીસીયલ અધિકાર થઇ જાય છે. રીઝર્વ બેંક તરફથી આવા અધિકારો આપવામાં આવેલ છે કે જેથી ગ્રાહકને ત્રાસ પીડા કે આપઘાત તરફ જવાની ફરજ પડે.
ત્યારે ઉપરોક્ત બાબતે દરેક ફાયનાન્સ કે બેંક કે શ્રોફ કંપની બહાર બોર્ડમાં વ્યાજનો દર અને વિગત લખવી જોઇએ. આ ઉપરાંત ગ્રાહકને લોનના કાગળો આપવા જોઇએ જેથી ગ્રાહકને પૈસા ભરવાની માહીતી મળે, તેમજ આ બાબતે પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા પણ આવી ફાયનાન્સ કંપનીઓ-બેંકો નિયત કરેલ નિયમો પ્રમાણે ચાલે છે કે નહી તેની તપાસ કરવી જોઈયે અને જો કોઈ બીનઅધિકૃત રીતે ચાલતી ફાયનાન્સ કંપનીઓ-બેંકો પકડાય તો તેને બ્લેક લીસ્ટમાં મુકવી તેવી માંગણી સાથે લેખિત રજુઆત કરી હતી.