સાબરકાંઠા જિલ્લાના ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિશ્વાસધાત છેતરપિંડી ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કોવડ, ક્રાઈમ બ્રાન્ચ મોરબી દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. ખાનગી રાહે બાતમી મળતા હળવદ પંથકમાં આવેલ લેકવ્યુ હોટલ પાસેથી બાતમીના આધારે પકડી ઇડર પોલીસને સોંપવામાં માટેની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબીએ નાસતા ફરતા, પેરોલ જમ્પ, જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા એમ.પી.પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને જરૂરી સુચના કરતા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ કે.એચ.ભોચીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.મોરબી, વી.એન.પરમાર, પોલીસ સબ ઇન્સ્પેકટર પેરોલ ફર્લો સ્કવોડ, મોરબીના સ્ટાફના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે કામગીરી કરી રહ્યા હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના HC ઇશ્ર્વરભાઇ કલોતરા, ભરતભાઇ જીલરીયાને ખાનગીરાહે બાતમી મળી કે સાબકાંઠા જિલ્લાના ઇડર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૩૮૫/૨૦૨૨ આઇ.પી.સી.કલમ- ૪૦૬,૪૦૮,૪૦૯,૪૨૦,૪૬૫, ૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦બી, હેઠળના ગુનાના કામે નાસતો ફરતો આરોપી રાજેન્દ્રસિંહ દીલીપસિંહ લીંબોલા રહે. ઘનશ્યામપુર તા.હળવદ વાળો હાલ મોરબી જિલ્લાના હળવદ ટાઉનમાં આવેલ લેકવ્યુ હોટલ પાસે છે. જે બાતમીના આધારે નાસતો ફરતો આરોપી રાજેન્દ્રસિંહ દીલીપસિંહ લીંબોલા (રાજુપત) ઉમર વર્ષ ૨૯ રહે. ઘનશ્યામપુર રાજપુત શેરીમાં તાલુકો હળવદ વાળો મળી આવતા આરોપીને હસ્તગત કરી હળવદ પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાર્યવાહી માટે ઇડર પોલીસને સોંપવામાં માટેની કાર્યવાહી હાથ ધરી છે…
જેમાં એમ.પી.પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી, PSI કે.એચ.ભોચીયા એલ.સી.બી.મોરબી, વી.એન.પરમાર પેરોલ ફર્લો સ્કોડ મોરબી તથા પેરોલ ફર્લો સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.