મોરબી મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ 2024ની ગરબી સૌથી વધુ પ્રાચીન ગરબી માની એક ગરબી છે. જેમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક 260 દીકરીઓએ ભાગ લીધો છે. દર વર્ષેની જેમ આ વર્ષે પણ ખુબ સુંદર આયોજન કરવામા આવ્યું છે.
ત્યારે આજે તા.૧૦/૧૦/૨૦૨૪ ની રાત્રે આઠમા નોરતે ગરબી મંડળની બાળાઓ દ્વારા તલવાર રાસ તેમજ અંગારા રાસ અને અલગ અલગ સ્પેશિયલ રાસો રજૂ કરવામાં આવશે. આજ રાત્રે અંગારા રાસ , અઘોર નગારા રાસ , તલવાર રાસ તેમજ મહાકાળી માં નો રાસ એવા સુંદર મજાના રાસ આ ગરબી મંડળની બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવશે તો મોરબીની ધર્મપ્રેમી જનતાને આ પ્રાચીન ગરબી નિહાળવા હાર્દિક આમંત્રણ પાઠવાયું છે.