હળવદના માનસર ગામમાં આવેલી બની વાડી વિસ્તારમાં 220 કેવીના વીજ પોલ સાથે એક યુવક અને યુવતીનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો. જે પ્રથમ દ્રષ્ટીએ પ્રેમી યુગલે આપઘાત કર્યો હોવાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. જો કે તપાસ હાથ ધરતા બંને પિતરાઈ ભાઈ બહેન હોવાનું સામે આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, હળવદના માનસર ગામમાં આવેલી બની વાડી વિસ્તારમાં 220 કેવીના વીજ પોલ સાથે એક યુવક અને યુવતીનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો. જે મૃતદેહ મળી આવતાં પોલીસ ને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃત દેહનો કબજો મેળવી પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ બન્નેના કુટુંબીજનો હોસ્પિટલ પહોચતા પ્રેમી યુગલ અન્ય કોઈ નહિ પરંતુ સગા કાકા બાપાના ભાઈ બહેન હોવાનું સામે આવ્યું હતું. અને સમાજ એક નહી થવા દે તેવા ડરના કારણે પગલું ભર્યા હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. જેમાં મૃતક યુવતી 20 વર્ષીય આરતી નવલભાઈ તડવી અને 23 વર્ષીય યુવક સંજયભાઈ કનુભાઈ તડવી હોવાનું સામે આવ્યું હતું. બન્ને વચ્ચે પિતરાઈ ભાઈ બહેનનો સંબંધ છે. તેમજ એક બીજાને પસંદ પણ કરતા હોવાથી લગ્ન કરવા માંગતા હોય પરંતુ સમાજ એક નહીં થવા દે તેવા ડરે ગળેફાંસો ખાધો હતો. પરિવાર દ્રારા બંનેની શોધખોળ કરતા બની વાડી વિસ્તારમાંથી મળી આવ્યા હતા. હાલ બનાવ અંગે હળવદ પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી બંનેના મૃતદેહને પીએમ અર્થે ખસેડી પરિવારને સોપી દેવામાં આવ્યા હતા.









