Sunday, November 24, 2024
HomeGujaratવાંકાનેર:ત્રણ માસ અગાઉ રોંગ સાઈડમાં આવી આઇસર સાથે અથડાવી ડમ્પર ચાલકના મૃત્યુ...

વાંકાનેર:ત્રણ માસ અગાઉ રોંગ સાઈડમાં આવી આઇસર સાથે અથડાવી ડમ્પર ચાલકના મૃત્યુ અંગે ફરિયાદ નોંધાઈ

મૃતક ડમ્પર ચાલકની પત્નીએ ફરિયાદી બની મૃતક પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

- Advertisement -
- Advertisement -

વાંકાનેર બાઉન્ડ્રી નજીક રંગપર ગામના પાટીયા પાસે રોંગ સાઈડમાં ડમ્પર ચલાવી સામેથી અસવતા આઇસર વાહનમાં અથડાવી અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકનું ડમ્પરની કેબિનમાં દબાઈ જતા મૃત્યુ નિપજયાના બનાવને ત્રણ માસ જેટલો સમય થયા બાદ મૃતક ડમ્પર ચાલકની પત્ની દ્વારા તેના પતિ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ મૂળ ભાવનગર જીલ્લાના રાણપરડા ગામના વતની હાલ રાજકોટ રૈયા ધાર નજીક રહેતા સપનાબેન કાળુભાઇ ઉર્ફે રવી પરશોતમભાઇ બેરડીયા ઉવ.૨૬ એ આરોપી ડમ્પર રજી. નં. જીજે-૦૩-બીડબલ્યુ-૮૯૧૩ ચાલક કાળુભાઇ ઉર્ફે રવી પરશોતમભાઇ બેરડીયા ઉવ.૩૨ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા. ૧૬ જુલાઈના રોજ વાંકાનેર બાઉન્ટ્રી ને.હા.રોડ પર રંગપર ગામના પાટીયા પાસે મૃતક આરોપી કાળુભાઇ ઉર્ફે રવીએ પોતાનું ડમ્પર વાહન ડ્રાઇવિંગ લાયસન્સ વગર પુરઝડપે અને ગફલત ભરી રીતે રોંગ સાઇડમા ચલાવી સામેથી આવતા અજાણ્યા આઇસર સાથે ભટકાડી અકસ્માત સર્જ્યો હતો જેમાં ડમ્પરના આગળના ભાગમાં દબાઇ જતા શરીરે ગંભીર ઇજા પહોંચતા કાળુભાઇ ઉર્ફે રવિભાઈનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. હાલ વાંકાનેર તાલુકા પોલીસે મૃતક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!