Saturday, October 12, 2024
HomeGujaratવાંકાનેર દલડી ગામે પ્લોટમાં જવાના રસ્તા બાબતે બબાલમાં સગા કાકા-ભત્રીજાઓ વચ્ચે બઘડાટી,...

વાંકાનેર દલડી ગામે પ્લોટમાં જવાના રસ્તા બાબતે બબાલમાં સગા કાકા-ભત્રીજાઓ વચ્ચે બઘડાટી, સામસામે ફરિયાદ નોંધાઈ

વાંકાનેર તાલુકાના દલડી ગામે રહેતા સગા કાકા-ભત્રીજાઓ વચ્ચે પ્લોટમાં જવાના રસ્તા બાબતે બોલાચાલી બાદ સામસામે મારામારી થઈ હતી જેમાં કાકા-કાકી તથા તેના દીકરાને જ્યારે સામે પક્ષે બે ભત્રીજા તથા એક ભત્રીજા-વહુ એમ બધાને નાના-મોટી ઇજાઓ થઈ હતી તેમજ બંને ભત્રીજાઓ દ્વારા કાકાની કારમાં નુકસાની કરવામાં આવી હતી. હાલ વાંકાનેર તાલુકા પોલીસ સમક્ષ બંને પક્ષો દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષની ફરિયાદને આધારે બે મહિલા સહિત કુલ છ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના દલડી ગામે રહેતા ૫૮ વર્ષીય ઉસ્માનભાઇ હૈયાતભાઇ પરાસરા ઉર્ફે ગનીભઈએ વાંકાનેર તાલુકા પોલીસ સમક્ષ આરોપી તરીકે સગા ભત્રીજાઓ નિજામભાઈ મામદભાઈ પરાસરા, મહેબુબભાઈ મામદભાઈ પરાસરા તથા આસિયાનાબેન નીજામભાઈ પરસરા રહે.બધા દલડી ગામવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ઉસમાનભાઈના માલીકીના પ્લોટની બાજુમાં રસ્તો આવેલ હોઇ જે તેમના ભત્રીજાઓએ બંધ કરતા હોય જેથી ઉસમાનભાઈ તથા તેમનો દીકરો તેમની સાથે વાતચીત કરતા હોય જેથી બંને આરોપી નિજામ અને મહેબૂબ ઉશ્કેરાઇ જઇ વૃદ્ધ કાકા ઉસમાનભાઈ તથા તેમના દીકરા નઇમને લાકડાના ધોકા વતી મુંઢ ઇજા પહોંચાડી હતી તેમજ ઉસમાનભાઈના પત્નિ જીલુબેનને આરોપી નિજામની પત્ની આરોપી આસીયાનાએ માર મારી મુંઢ ઇજા પહોંચાડી હતી. બાદમાં ઘરમાંથી બંદૂક લઈ આવવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે દરમિયાન ઉસમાનભાઈની ગાડી નંબર જીજે-૦૩-એચકે-૭૨૮૪માં લાકડાના ધોકા મારી નુકસાની કરી હતી. જે મુજબની ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે સામાપક્ષે ફરિયાદ નોંધાવી કે વાંકાનેરના દલડી ગામે રહેતા મહેબુબ મામદભાઇ પરાસરા ઉવ.૪૬ એ તેમના સગા કાકા ઉસ્માનભાઇ હૈયાતભાઇ પરાસરા ઉર્ફે ગનીભાઈ, કાકી જીલુબેન ઉસ્માનભાઇ પરાસરા તથા નઇમ ઉસ્માનભાઇ પરાસરા રહે.બધા દલડી ગામવાળા સામે ફરિયાદ નોંધાવી કે ગત તા.૦૮/૧૦ ના રોજ ફરીયાદી મહેબૂબભાઈ તથા તેમના ભાઈ નિજામભાઈ પોતાના મકાનનો જુનો જાપો કાઢી નવો જાપો નાખવો હોય જેની માપ સાઈજ કાઢતા હોઈ ત્યારે આરોપીઓ ત્યાં આવીને કહેલ કે અમારી માલીકીના પ્લોટમા જવાનો રસ્તો છે જે રસ્તો તમે કેમ બંધ કરો છો તેમ કહી ગાળો આપી તેમજ ધોકા અને લાકડી વડે મહેબૂબભાઈને માથા પર માર મારી ઈજા કરેલ હોય તથા તેમના ભાઈને પણ ધોકા વડે માર મારી મુંઢ ઈજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય તેમજ આરોપી જીલુબેને આશીયાનાબેન સાથે ઝપાઝપી કરી ભુંડી ગાળો આપી ગુનામાં એકબીજાની મદદગારી કરી હતી જે મુજબની ફરિયાદ નોંધાવી હતી.

હાલ વાંકાનેર તાલુકા પોલીસે બંને પક્ષોની ફરિયાદને આધારે બે મહિલાઓ સહિત છ આરોપીઓ સામે ગુનો નોંધી તમામની અટકાયત કરવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!