તહેવાર દરમિયાન સતત ખડેપગે રહી અતિરિક્ત ધ્વનિ પ્રદુષણ કરતા ૧૨૧ મોટર સાયકલ કર્યા ડિટેઇન
મોરબી શહેર સહિત રાજ્યમાં નવરાત્રીના તહેવાર નિમિતે પોલીસ તંત્રની મહિલા પોલીસની શી ટીમ દ્વારા દરેક મહિલાઓને સુરક્ષા મળી રહે તે માટે શી ટીમ દ્વારા નવરાત્રીના નોરતા દરમિયાન સતત પેટ્રોલિંગમાં રહી સીન સપાટા કરતા કે રોમિયોગીરી કરતા આવરાતત્વો ઉપર બાઝ નજર રાખવામાં આવી છે. ત્યારે મોરબી શહેરમાં નવરાત્રીના તહેવારના નિમિતે મહિલા પોલીસની શી ટીમ દ્વારા આઠ નોરતા દરમિયાન સતત પેટ્રોલિંગમાં રહી કાબીલેદાદ કડક કાર્યવાહી કરી નોરતાની રાત્રી દરમિયાન નંબર પ્લેટ વગરના તથા મોડીફાઇડ સાયલન્સર વગર વધારે અવાજ કરતા ૧૨૧ મોટર સાયકલ ડિટેઇન કર્યા છે, તેમજ કેફીપીણું પીધેલા ૧૯, હથિયાર સાથે રાખતા ૪, ડ્રીંક એન્ડ ડ્રાઈવ ૭ ઇસમોને પકડી લઈ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબી સહિત રાજ્યમાં નવરાત્રીના નોરતામાં યુવા- વૃદ્ધ, બાળકો દરેક વ્યક્તિ માતાજીની આરાધના કરે તેમજ ભયમુક્ત વાતાવરણમાં મન મુકીને ગરબા રમે ખાસ કરીને માતા-બહેનોની સુરક્ષાને લઈને ગુજરાત પોલીસ દ્વારા ખડેપગે રહી અસામાજિકતત્વો ઉપર બાઝ નજર રાખવામાં આવી છે. આ સિવાય મહિલા પોલીસની શી ટીમ પણ કાર્યરત કરવામાં આવી છે, હાલ નવરાત્રીના આઠ નોરતા પૂર્ણ થઈ ગયા છે, ત્યારે મોરબી શહેર મહિલા પોલીસની શી ટીમ દ્વારા આ આઠ નોરતા દરમિયાન લોકો ભયમુક્ત અને શાંતિપૂર્વક તહેવાર ઉજવી શકે તે માટે મોરબી શહેર એ ડિવિઝન પોલીસની શી ટીમ દ્વારા મહિલાઓ યુવતીઓની સુરક્ષા માટે પેટ્રોલિંગની કુલ ૫ ટીમ સતત ખડેપગે રહી હતી. ત્યારે તા.૦૩ ઓક્ટોબર થી ૧૦ ઓક્ટોબર સુધી શી ટીમ દ્વારા શહેરી વિસ્તારમાં આવેલ તમામ પ્રાચીન-અર્વાચીન ગરબીઓની મુલાકાત લઈને સતત પેટ્રોલિંગમાં રહી નવરાત્રીના આઠ નોરતા દરમિયાન કેફીપીણું પીધેલા કુલ ૧૯ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે, આ સિવાય નંબર પ્લેટ વગરના અને મોડીફાઇડ સાયલન્સર વગર વધુ અવાઝ કરતા ૧૨૧ મોટર સાયકલ ડિટેઇન કર્યા છે. તદુપરાંત જાહેરમાં હથિયાર સાથે રાખી નીકળેલા ૪ ઇસમોને ઝડપી લઈ તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે કેફીપીણું પીધેલી હાલતમાં વાહન ચલાવતા હોય તેવા ૭ ને પકડી લેવામાં આવ્યા હતા.