મોરબીના ઘુંટુ ગામે આવેલ ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સીરામીકમાં મજૂર ઓરડીમાં રહેતા શ્રમિક પરિવારના ૧૬ વર્ષીય દીકરાને ગળાની બીમારી સબબ ગળામાં દુખતું હોય જેથી બોલવાનું બંધ થઈ જતા તેને પ્રથમ મોરબી બાદ વધુ સારવારમાં રાજકોટ ખસેડવામાં આવતા જ્યાં સારવાર દરમિયાન સગીરનું મૃત્યુ નીપજ્યું હતું.
મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સીરામીક કારખાનાની મજૂર ઓરડીમાં રહેતા મૂળ છોટાઉદેપુર જીલ્લાના આંબાલાગ ગામના વતની એવા શ્રમિક પરિવારના ૧૬ વર્ષીય પુત્ર અંકુશ સિકંદરભાઈ રાઠવાને ગળામા દુખતુ હોય અને બોલવાનુ પણ બંધ થઇ ગયેલ હોય જેથી અંકુશને પ્રથમ સારવાર મોરબીની ખાનગી હોસ્પિટલમાં બાદ રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે દાખલ થયેલ હોય જેઓનુ સારવાર દરમ્યાન તા.૧૧/૧૦ના રોજ મૃત્યુ નીપજ્યું હોય જેથી રાજકોટ હોસ્પિટલ પોલીસ ચોકીએ જાણ કરતા પોલીસ ટીમ દ્વારા ઇન્કવેસ્ટ પંચનામું કરી લાશને પીએમ અર્થે સોંપી આપેલ હોય ત્યારે મોરબી તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.