મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લીલાપર કેનાલ રોડ શ્યામ ગ્લાસવેર સામે સફેદ કલરની સ્વીફ્ટ કાર રજી.નં.જીજે-૦૩-સીએ-૫૨૮૧ શંકાસ્પદ હાલતમાં ઉભેલ હોય જેથી કારમાં તપાસ કરતા ચાર ઈસમો કારમાં બેઠા હોય જેને કારમાંથી નીચે ઉતારી તલાસી લેતા સ્વીફ્ટ કારની પાછળની સીટમાંથી કિંગ ફિશર બિયરના ૬ નંગ ટીન મળી આવ્યા હતા. જેથી કાર ચાલક આરોપી નિર્મળભાઈ ભગવાનજીભાઇ બરબસીયા ઉવ.૩૬ રહે.નાની વાવડી સતનામ સોસાયટી, કારમાં બાજુની સીટમાં બેઠેલ અમીતભાઈ ધનજીભાઈ શેરશીયા ઉવ.૩૫ રહે. રવાપર ગામ, લાખાભાઈ દેવાનંદભાઈ ગોગરા ઉવ.૫૦ મોરબી નાનીવાવડી કેનાલ પાસે સતનામ સોસાયટી તથા ચેતનભાઈ ગંગારામભાઈ પારેજીયા ઉવ.૩૦ રહે.મોરબી નવાબસસ્ટેન્ડ પાસે ક્રિષ્ના એપાર્ટમેન્ટ બ્લોકનં. ૬૬ વાળાની અટક કરવામાં આવી છે. આ સાથે એ ડિવિઝન પોલીસે સ્થળ ઉપરથી સ્વીફ્ટ કાર ૨ લાખ તથા બિયર ટીન કિ.રૂ.૬૬૦/- સહિત કુલ રૂ.૨,૦૦,૬૬૦/-નો મુદ્દામાલ કબ્જે કરી ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.