મોરબીના મધુપુર ગામના રહેવાસી અને શ્રી રાજપૂત કરણી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજા એ મોરબી શિક્ષણ અધિકારીને પત્ર લખી જણાવ્યું હતી કે તેમના ગામ મધુપુરમાં અગાઉ ધોરણ ૧ થી ૮ સુધીનો અભ્યાસ ચાલુ હતો. અને જેથી મધૂપુર ગામના બાળકો ધોરણ ૧ થી ૮ સુધીનો અભ્યાસ કરી શકતા હતા. પરંતુ બે વર્ષથી ગામની સરકારી પ્રાથમીક શાળામાં ધો. ૧ થી ૮ સુધીનો અભ્યાસ બંધ કરીને માત્ર ધો. ૧ થી ૫ સુધીનો જ અભ્યાસ ચાલુ રાખવામાં આવ્યો છે. જેથી ગામના ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓને અન્ય ગામમાં અભ્યાસ માટે જવું પડે છે તેથી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી શાળામાં ધોરણ ૧ થી ૮ નો અભ્યાસ શરૂ કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.
શ્રી રાજપૂત કરણી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજા એ મોરબી શિક્ષણ અધિકારીને પત્ર લખીને માંગ કરી છે કે મોરબીના મધુપુર ગામમાં પ્રાથમિક શાળામાં છેલ્લા બે વર્ષથી ધોરણ ૧ થી ૫ નો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે જેના પરિણામે ગામના અંદાજીત ૪૦ થી ૫૦ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ કે જેઓ ધો. ૬ થી ૮ માં અભ્યાસ કરે છે તેઓને અભ્યાસમાં ઘણી તકલીફ પડે છે. અને અભ્યાસ માટે બાજુના ગામમાં જવું પડે છે. તેમજ ૬ થી ૮ ના બાળકોને મુસાફરી દરમ્યાન ઘણી તકલીફો પડતી હોવાથી અભ્યાસ પર પણ તેની માઠી અસર પડે છે. જે બાબતે પત્ર લખી મધુપુર ગામના વિદ્યાર્થીઓ પોતાના જ ગામમાં સારીરીતે અભ્યાસ કરી શકે અને આવા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે કોઈ તકલીફ ન પડે એ માટે દિવાળી પછી શરૂ થતા નવા સત્રમાં અમારા મધુપુર ગામની શાળામાં પહેલાની જેમ રાબેતા મુજબ ધોરણ ૧ થી ૮ સુધીનો અભ્યાસ ચાલુ કરાવવા વિનંતી કરાઈ છે. જેની નકલ શિક્ષણમંત્રી ગાંધીનગર, જીલ્લા કલેકટર મોરબી, મામલતદાર મોરબી, તાલુકા વિકાસ અધિકારી મોરબી, મુખ્યમંત્રી ગાંધીનગર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી ખાતે નકલ રવાના કરવામાં આવી છે.