Friday, November 22, 2024
HomeGujaratચોરાઉ બાઇક સાથે નીકળેલ રીઢા વાહન ચોરને દબોચી લેતી હળવદ પોલીસ

ચોરાઉ બાઇક સાથે નીકળેલ રીઢા વાહન ચોરને દબોચી લેતી હળવદ પોલીસ

પોલીસે આરોપી પાસેથી ચોરીનું અન્ય એક બાઇક કબ્જે કરતા બે બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ મથક સ્ટાફ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં બાઇક લઈને નીકળેલ શખ્સને રોકી મોટર સાયકલના જરૂરી કાગળો તેની પાસે ન હોય જેથી પોકેટ કોપ એપ્પની મદદથી બાઈકના રજીસ્ટર નંબર સર્ચ કરતા બાઇક ચોરીનું હોવાનું સામે આવતા વાહન ચોર આરોપીને પકડી લેવામાં આવ્યો હતો. બીજીબાજુ પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં અન્ય એક બાઇકની ચોરી કર્યાની કબુલાત આપતા હળવદ પોલીસે આરોપી પાસેથી ચોરીના બે બાઇક રિકવર કરી હળવદ પોલીસ મથકમાં નોંધાયેલ બે અલગ અલગ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો હતો. આ સાથે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હળવદ પોલીસ મથકના એએસઆઇ એ.એન.સિસોદીયા સહિતની પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન હળવદ ટીકર રોડ ખાતે એક શંકાસ્પદ બજાજ કંપનીનું પ્લેટીના મોટર સાયકલ રજી. નં. જીજે-૦૩-બીએલ-૨૬૪૯ લઈને એક શખ્સ નીકળતા તેને રોકાવી તેનું નામ પૂછતા રણછોડ ઉર્ફે હકો ઉર્ફે જીવો વિઠ્ઠલભાઈ સુરેલા જણાવેલ જ્યારે ઉપરોક્ત મોટર સાયકલના કાગળો માંગતા તેની પાસે ન હોવાનું સામે આવ્યું જેથી મોટર સાયકલના રજી.નં. ઈ-ગુજકોપ પોકેટકોપ મોબાઈલ માં નાખી માલીક અંગે સર્ચ કરતા ઉપરોક્ત મોટર સાયકલ રાજકોટના ઈમ્તિયાઝ શેખનું નામ સામે આવતા તુરંત મોટર સાયકલ ચાલકની આગવી ઢબે પૂછતાછ કરતા હળવદના અજિતગઢથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. તેમજ વધુ પુછપરછ કરતા અન્ય એક મોટર સાયકલ કે જે હળવદ ટાઉનમાં ભવાની મેડીકલ પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત કરી હતી. ત્યારે આરોપી રણછોડ ઉર્ફે હકો ઉર્ફે જીવો વિઠ્ઠલભાઇ સુરેલા રહે.જોગડ ગામ તા.હળવદવાળાની અટકાયત કરી પોલીસે તેની પાસેથી બજાજ કંપનીનું પ્લેટીના મોટર સાયકલ રજી.નં. જીજે-૦૩-બીએલ-૨૬૪૯ તથા સ્પ્લેન્ડર પ્રો મોટર સાઇકલ રજી.નં. જીજે-૧૩-ક્યુક્યુ-૬૨૫૯ કબ્જે લઈ બે મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલી પકડાયેલ આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!