Friday, October 18, 2024
HomeGujaratમોરબી:હાર્ટ એટેકમાં મૃત્યુ બાદ મકાન-લોન ક્લેઇમ નામંજુર કરતી વીમા કંપનીને ગ્રાહક અદાલતની...

મોરબી:હાર્ટ એટેકમાં મૃત્યુ બાદ મકાન-લોન ક્લેઇમ નામંજુર કરતી વીમા કંપનીને ગ્રાહક અદાલતની લપડાક

મોરબીના વતનીએ મોતીલાલ ઓસવાલ હોમ ફાઇનાન્સમાંથી મકાન લોન લીધેલી હોય જેની સામે આઇસીઆઇસીઆઈ લોમ્બાર્ડનો વીમો હોય ત્યારે ગ્રાહકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા તેમના મૃત્યુ પછી તેમના પત્ની વહીદાબેન ચૌહાણ વીમા કંપનીમાં તમામ કાગળો રજુ કરેલ પણ વીમા કંપનીએ વીમાની રકમ ચુકવવાની ના પાડતા મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ગ્રાહક અદાલતમાં જતા ગ્રાહક કોર્ટે વહીદાબેનને ૭,૦૦,૦૦૦/- અને પાંચ હજાર ખર્ચના તા.૨૦ ફેબ્રુઆરી ૨૦૨૩ થી ૬ ટકા લેખે ચુકવવા વીમા કંપનીને આદેશ કરેલ છે.

- Advertisement -
- Advertisement -

કેઇસની વિગત એવી છે કે મોરબીના વતની રાજુભાઈ બચુભાઈ ચૌહાણે મકાન લેવા માટે મોતીલાલ ઓસવાલ હોમ ફાઇનાન્સ લી. પાસે થી રૂપિયા સાત લાખની લોન લીધેલ હોય જેની સામે મકાનનો વીમો આઈ.સી.આઈ.સી. લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સનો હતો હવે રાજુભાઈનું ૨૬ ઓક્ટો.૨૦૨૧ નાં રોજ હાર્ટએટેકથી મૃત્યુ થતાં મરનારનાં ધર્મપત્ની વહીદાબેને તમામ કાગળો વીમા કંપનીને આપેલ પરંતુ વીમા કંપનીએ એવુ કારણ આપેલ કે હાર્ટએટેકથી મૃત્યુ થાય તો વીમો મળે નહી આવુ કારણ આપી ગ્રાહક સાથે અન્યાય કર્યો, જેથી વહીદાબેન મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં વીમા કંપની સામે કેસ કર્યો હતો, જે કેસ મોરબી ગ્રાહક અદાલતમાં ચાલી જતા કોર્ટે એવુ જણાવેલ કે વીમાની પોલીસી ચાલુ હતી વીમા ગ્રાહકનુ મૃત્યુ થાય એટલે વીમા કંપનીએ રકમ ચુકવવી જોઇએ અને આઈ.સી.આઈ.સી. લોમ્બર્ડ વીમા કંપનીને વહીદાબેનને રૂપિયા ૭,૦૫,૦૦૦/- ૬ ટકાના વ્યાજ સાથે તા.૨૦ ફેબ્રુ.૨૩ થી ચુકવવાનો હુકમ કરેલ છે.

વીમા કંપની વીમો લેવામાં ઘરે ધકકાખાય છે પરંતુ ચુકવવાનુ હોય ત્યારે એક યા બીજા કારણોસર વીમો ચુકવવાની ના પાડે છે ગ્રાહકે પોતાના હક માટે લડવુ જોઈએ કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતા-મો.નં.૯૮૨૫૭ ૯૦૪૧૨, બળવંતભાઈ ભટ્ટ-ઉપપ્રમુખ મો.નં.૯૩૨૭૪ ૯૯૧૮૫, મંત્રી રામભાઈ મહેતા- મો.નં.૯૯૦૪૭ ૯૮૦૪૮ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!