દસ્તાવેજ કરવાનું કહેતા માતા-પુત્રને જાતિ પ્રત્યે અપમાનિત કરતા છેતરપિંડી,એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
વાંકાનેર તાલુકાના માહિકા ગામે વર્ષ ૨૦૨૦ માં જમીન વેચાણ માટેનો સાટાખત કરેલ હોય ત્યારે વારંવાર પાકો દસ્તાવેજ કરવાનું કહેતા હોવા છતાં પાકો દસ્તાવેજ નહીં કરનાર સામે ગુજરાત હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જે કેસ અન્વયે આદેશ અનુસાર પાકો દસ્તાવેજ કરવા જણાવતા માતા-પુત્રને જાતિપ્રત્યે અપમાનિત કરી દસ્તાવેજ ન કરી આપનાર સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ છેતરપિંડી તથા એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના મહિકા ગામે સર્વે નં.૨૧૧ પૈકી ૧ ના મૂળમાલીક ઉસમાનભાઈ માહેમદભાઈ બાદી એ વર્ષ ૨૦૨૦માં આ જમીન મહિકા ગામના ચંપાબેન શિવાભાઈ ચાવડાના નામનો જમીન વેચાણનો સાટાખત કરી આપ્યો હોય જે બાદ જમીન વેચાણનો પાકો દસ્તાવેજ કરી આપવા વારંવાર ઉસમાનભાઈને કહેવા છતાં કોઈ આર્થિક લોભ લાલચે અથવા કોઈ અન્ય કારણોસર જમીન વેચાણનો પાકો દસ્તાવેજ ન કરી આપતા ચંપાબેન દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં આ બાબતે કેસ દાખલ કરાયો હોય જ્યાં પુરાવા અને દલીલોને આધારે ચંપાબેન તરફે ચુકાદો આવતા ચંપાબેન અને તેમનો પુત્ર આ બાબતે ઉસમાનભાઈને પાકો દસ્તાવેજનું જણાવતા ઉસમાનભાઈ દ્વારા બંને માતા-પુત્રને જાતિ પ્રત્યે હડધૂત કરી અપમાનિત કર્યા હતા. જેથી ચંપાબેનના પુત્ર વિજયભાઈ શિવાભાઈ ચાવડા રહે. મહિકા ગામવાળાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ઉસમાનભાઈ માહેમદભાઈ બાદી રહે.મહિકા ગામ તા. વાંકાનેર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આરોપી ઉસમાનભાઈ બાદી વિરુદ્ધ છેતરપિંડી તથા એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.