Saturday, November 23, 2024
HomeGujaratમોરબી ખનિજ વિભાગની ટીમ દ્વારા વાંકાનેર તાલુકામાં બે જગ્યાએ રેઇડ કરી એક...

મોરબી ખનિજ વિભાગની ટીમ દ્વારા વાંકાનેર તાલુકામાં બે જગ્યાએ રેઇડ કરી એક કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો

મોરબી ભૂસ્તર શાત્રી ક્ષેત્રીય ટીમ દ્વારા વાંકાનેર તાલુકાના અલગ અલગ બે જગ્યાએ રેઇડ કરવામાં આવી હતી. જેમાં જે.સી. બી. મશીન, એકસકેવેટર મશીન અને એક ડમ્પરને ગેર કાયદેસર વહન કરવા બદલ અંદાજે એક કરોડ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી….

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી ભૂસ્તર શાત્રીની ક્ષેત્રીય ટીમ દ્વારા તા. ૧૯/૧૦/૨૦૨૪ ના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ક અલગ અલગ બે જગ્યાએ ગેરકાયદેસર ખાણકામ ઝડપી બે જેસીબી/હિટાચી મશીન તથા ટ્રક પકડી પાડયો છે. જેમાં Q-REX કારખાના પાછળનાં ભાગમાં મોજે. જેતપરડા તા. વાંકાનેર પાસે , આકસ્મિક રેઇડ કરતાં જે. સી. બી. મશીન નંબર GJ-36-S-3848ને સેન્ડસ્ટોન ખનીજનાં ગેરકાયદેસર ખોદકામ કરવા બદલ તેમજ મોજે. ગેગડી વિસ્તાર, હસનપર તા. વાંકાનેર ખાતે એક TATA HITACHI એક્સકેવેટર મશીન EX200LC 2001-13718 અને એક ડમ્પર નંબર GJ-18-AX-8418 ને સેન્ડસ્ટોન ખનીજનાં ગેરકાયદેસર ખાણકામ કરી વહન કરવા બદલ પકડી સીઝ કરવામાં આવ્યા છે.

જે બંને ખાણકામ મશીન ઓપરેટર માલકિયા અનિલ બાબુભાઇ રહે. જાલી તા. વાંકાનેર અને માલિક સરૈયા ભરત મોહનભાઇ રે. દરબારગઢ, જેતપરડા તા. વાંકાનેર, રાજીવ દેવનારાયણ યાદવ રે. મૂળ બિહાર હાલે હસનપર અને ડમપર નાં ચાલક/માલીક રાજ વિનોદભાઈ વિઝીવાડીયા રે. લુણસરિયા તા. વાંકાનેર, પેથાભાઈ રાઘવભાઈ સરૈયા રે. હસનપર તા. વાંકાનેર દ્વારા કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેમાં આશરે એક કરોડ જેટલો મુદ્દામાલ સીઝ કરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે મૂકી આગળની માપણી તથા તપાસ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!