Wednesday, January 1, 2025
HomeGujaratમોરબી એલસીબી ટીમને મોટી સફળતા:મોરબી સહિત ચાર જીલ્લામાં ૧૭ બાઇક ચોરી કરનાર...

મોરબી એલસીબી ટીમને મોટી સફળતા:મોરબી સહિત ચાર જીલ્લામાં ૧૭ બાઇક ચોરી કરનાર રીઢા બાઇક ચોરને ઝડપી લેવાયો

મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમ રીઢા બાઇક ચોર પાસેથી ૬.૫ લાખની કિંમતના ૧૬ બાઇક કબ્જે કર્યા

- Advertisement -
- Advertisement -

મોરબી સહિત રાજ્યના અલગ અલગ ચાર જીલ્લામાંથી બાઇક ચોરી કરતા રાજસ્થાન રાજ્યના રીઢા બાઇક ચોર આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમ દ્વારા પૂર્વ બાતમીને આધારે પંચાસર ચોકડી પાસેથી ચોરાઉ બાઇક સાથે દબોચી લેવામાં આવ્યો હતો, આ સાથે પોલીસે રીઢા બાઇક ચોર આરોપી પાસેથી મોરબી સહિત અલગ અલગ ચાર જીલ્લામાંથી ચોરી કરેલ કુલ ૧૬ જેટલા બાઇક કબ્જે કરી ૧૭ અનડીટેક્ટ બાઇક ચોરીની ફરિયાદમાં તમામ બાઇક રિકવર કરવામાં સફળતા મળી છે.

મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા જીલ્લામાં વાહન ચોરી અંગેના ગુના બનતા અટકાવવા તથા અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા તથા ગુન્હેગારો પકડવા મોરબી જીલ્લા પોલીસની વિશેષ ટીમને સુચના કરેલ હોય જે અન્વયે મોરબી ક્રાઇમ બ્રાંચ પીઆઇની સુચના તથા માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં અગાઉના સમયમાં બનેલ વાહન ચોરી અંગેના અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા માટે ક્રાઇમ બ્રાંચ, પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમને સુચના આપેલ હોય તે અનુસંધાને ટેકનીકલ સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા મોરબી વિસ્તારમાં થયેલ વાહન ચોરી અંગેના અમુક ઇસમોના શંકાસ્પદ ફોટાઓ તથા વીડીયો ફૂટેજ નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત મળી આવેલ હોય જે ફૂટેજ આધારે તથા ટેકનીકલ માધ્યમથી તપાસ ચલાવી હોય તે દરમિયાન એલસીબી/પેરોલ સ્ક્વોડ ટીમને ખાનગીરાહે તેમજ હ્યુમન સોર્સ તથા ટેકનીકલ માધ્યમથી બાતમી મળેલ કે, વીડીયો ફૂટેઝમાં જે શંકાસ્પદ વ્યક્તિ નવલખી ફાટક તરફથી શનાળા બાયપાસ તરફ જતો હોવાની હકીકત મળેલ હોય અને હાલમાં તે ચોરાઉ બાઇક કે જે મોરબીના સુપર માર્કેટ વિસ્તારમાંથી ચોરી કરેલ હોય તે લઈને નીકળવાનો હોવાની બાતમીને આધારે મોરબી પંચાસર ચોકડી પાસે વોચ ગોઠવી હતી, ત્યારે ઉપરોક્ત ઈસમ બસિક લઈને ત્યાંથી પસાર થતા તેને રોકી હાલ તેની પાસે જે બાઇક છે તેના આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનુ જણાવેલ જેથી પોકેટ કોપ એપ્લીકેશન મારફતે સર્ચ કરતા આ બાઇક ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનુ સામે આવ્યું હતું.

જે આધારે બાઇક ચોર આરોપી હરીશભાઇ મોહનલાલ કાનારામ પુનીયા ઉવ.૨૮ રહે.ચૈનપુરા ગામ પુનીયોકી ઢાણી તા.ધોરીમન્ના જી.બાડમેર (રાજસ્થાન)ની સઘન પૂછતાછમાં પોતે ઉપરોક્ત બાઇક આજથી આશરે ચારેક માસ પહેલા મોરબી નવા બસ સ્ટેન્ડ નજીક સુપર માર્કેટ પાસેથી ચોરી કરી લીધેલ હતુ તે હોવાનુ અને તેની બંને નંબર પ્લેટો કાઢી ફેકી દીધેલ હોવાની કબુલાત આપી હતી, આ સીવાય તેણે મોરબી, રાજકોટ, રાધનપુર તથા થરાદ એમ અલગ-અલગ જગ્યાએથી કુલ ૧૭ મોટર સાયકલ જેમાં મોરબી જીલ્લામાં ૬, રાજકોટ શહેરમાં, પાટણ જીલ્લામાં ૩ તથા બનાસકાંઠા જીલ્લામાં ૪ બાઇક કરેલ હોવાની કબુલાત આપતા જે ગુનાઓના તમામ મોટર સાયકલની ખરાઈ કરી કબ્જે કરી આ બાબતે ખરાઇ કરી પકડાયેલ આરોપી પાસેથી કુલ-૧૬ બાઇક કિ.રૂ.૬,૦૫,૦૦૦/- નો મુદામાલ ચોરી કે છળકપટથી મેળવેલ શકમંદ મિલકત તરીકે કબ્જે કરવામાં આવ્યો હતો. હાલ બાઇક ચોર આરોપીને ઝડપી લઈ હસ્તગત કરી મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમે આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સોંપી આપેલ છે.

વધુમાં પકડાયેલ રીઢો બાઇક ચોર આરોપી રાજકોટ શહેર તથા મોરબી વિસ્તારમાં છેલ્લા છ-સાત વર્ષથી કામ કરતો હોય અને શહેરની ભૌગોલીક સ્થીતિથી વાકેફ હોય જ્યારે તેની આર્થીક સ્થિતિ ખુબજ નબળી હોય તેમજ તે નશો કરવાની ટેવ વાળો હોય જેથી જેના ખર્ચને પહોચી વળે તેમ ના હોય આ કારણે પોતાના વતનમાંથી બસમાં બેસી ગુજરાતના મોરબી, રાજકોટ, બનાસકાંઠા તથા પાટણ એમ અલગ-અલગ જીલ્લાઓમાં આવી ભીડભાડ વાળી જગ્યાએ પાર્ક કરેલ બાઇકની રેકી કરી હેન્ડલ લોક કર્યા વગરના બાઇકને પોતાની પાસે રહેલ ચાવીથી તથા બાઇકમાં ભુલથી ચાવી રહી ગયેલ હોય તેવા બાઇક ચાલુ કરી ચોરી કરી લઇ જવાની ટેવવાળો હોવાનું સામે આવ્યું છે.

આ સાથે મોરબી જીલ્લા પોલીસ દ્વારા મોરબીના તમામ પ્રજાજનોને સંદેશ આપી જણાવવામાં આવ્યું છે કે આગામી સમયમાં આવનાર દીવાળીના તહેવાર દરમિયાન ખરીદી કરવા જતી વખતે તમારા ટુ-વ્હીલરને પ્રોપર જગ્યાએ પાર્ક કરવા, મોટર સાયકલના હેન્ડલને લોક કરવુ તેમજ તેમાં ભુલથી પણ ચાવી ન રહી જાય તેની ખાસ તકેદારી રાખવા વિનંતીસહ અપીલ કરવામાં આવી છે.

આ કામગીરી એલસીબી પીઆઈ એમ. પી.પંડ્યા,પીએસઆઈ કે.એચ. ભોચિયા,વી.એન.પરમાર ટેકનિકલ ટીમના હેડ કોન્સ્ટેબલ બળદેવભાઈ વાનાણી,કોન્સ્ટેબલ કૌશિકભાઈ મણવર તેમજ એલસીબી અને પેરોલ ફર્લો સકોડની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!