Saturday, November 23, 2024
HomeGujaratભૂદેવ સેવા સમિતિ રાજકોટ દ્વારા સમસ્ત બ્રહ્મસમાજ માટે મેગા હાઈટેક પરિચય પસંદગી...

ભૂદેવ સેવા સમિતિ રાજકોટ દ્વારા સમસ્ત બ્રહ્મસમાજ માટે મેગા હાઈટેક પરિચય પસંદગી મેળો યોજવામાં આવશે

ભૂદેવ સેવા સમિતિ દ્વારા સમસ્ત બ્રહ્મસમાજના પરિવારો માટે ડીસેમ્બર-૨૦૨૪ માં ચોથો મેગા હાઈટેક પરિચય પસંદગી મેળોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છનો સૌથી મોટો બ્રહ્મ યુવક-યુવતિઓ માટે મેગા હાઈટેક પરિચય સંમેલન યોજવામાં આવશે.જેમાં તમામ તળગોળ જ્ઞાતિઓનો સાથ અને સહકાર તથા ફોર્મ વિતરણ રાજકોટના તમામ તડગોળના કાર્યાલય ઉપરથી ફોર્મ મળશે જેમાં દેશ-વિદેશથી ૧,૦૦૦ થી વધુ ઉમેદવારો ભાગ લેશે. જે ફોર્મ ૧૫ નવેમ્બર સુધી સ્વીકારવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

ભૂદેવ સેવા સમિતિ દ્વારા સમાજના હિતમાં વિવિધ જ્ઞાતિ, પેટા જ્ઞાતિને સાથે રાખીને સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રણ વખત પરિચય સંમેલનને સફળ રીતે યોજેલા મેળાવડાની સફળતા બાદ ગુજરાતનું સૌથી મોટું લગ્નોત્સુક યુવક-યુવતિ પરિચય સંમેલનનું વિશિષ્ટ ઈવેન્ટ મેનેજમેન્ટ દ્વારા ચોથા મેગા હાઈટેક પરિચય સંમેલનનું આયોજન કરાયું છે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છ, ગુજરાત સહિતના અન્ય રાજયો અને પરદેશના વિવિધ સેન્ટરોમાંથી મળી લગભગ ૨૫૦૦ જેટલા ઉમેદવારો ભાગ લે તેવી ધારણા સેવવામાં આવી રહી છે. ભૂદેવ સેવા સમિતિના પ્રમુખ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટના પૂર્વ સદસ્ય તેજસ ત્રિવેદીએ જણાવ્યું છે કે આજના અતિ વ્યસ્ત જીવનમાં ઘરના વડીલોને સારા-માઠા પ્રસંગે સમય કાઢીને જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. એટલું જ નહી ટ્રાન્સફરેબલ જોબ, વ્યવસાયની વ્યસ્તતા જેવા કારણે યુવાન થતા દિકરી દિકરાની સગપણ માટે ઘણી ચિંતા રહેતી હોય છે. આ વાત સમાજ સમક્ષ રાખી ભુદેવ સેવા સમિતિ દ્વારા આગામી ડીસેમ્બરમા રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છનો સૌથી મોટો જીવનસાથી મેગા હાઈ-ટેક પસંદગી સંમેલનનું આયોજન કરાયું છે. જેમાં તમામ તળ–ગળ અને તમામ બ્રહ્મસમાજની સંસ્થાઓનો સહકાર પ્રાપ્ત થયો છે. જ્ઞાતિ અગ્રણીઓની નજર સામે એક વાત આવી છે કે જીવનસાથી પરિચય સંમેલનોમાં જાહેરમાં સ્ટેજ ઉપર જતા ઘણા પાત્રો સંકોચ અનુભવતા હોય છે આવા કાર્યક્રમોમાં ઈચ્છા હોવા છતાં પણ ભાગ લેતા અચકાતા હોય છે. તેથી ગુજરાતમાં આયોજન કરતા વિવિધ આયોજકો સાથે ચર્ચા-વિમર્શ કર્યા બાદ એક અલ્ટ્રામોર્ડન પરિચય સંમેલનનું આયોજન કર્યું છે. જેથી ભવ્ય પ્રતિસાદ સાંપડશે એટલું જ નહી તે ગુજરાતનો સૌથી મોટો મેગા હાઈટેક પરિચય મેળાવડો સાબિત થશે તેમ પણ જણાવ્યું હતું. ભૂદેવ સેવા સમિતિ દ્વારા યોજાનાર આ હાઈફાઈ મેળાવડામાં અભ્યાસ અને ઉંમરના વર્ગીકરણ પ્રમાણે યુવક યુવતિને અલગ-અલગ હોલમાં બેસાડી અમારા પ્રતિનિધિએ તૈયાર કરેલ પ્રશ્નોતરી દ્વારા બંને પાત્રો એકબીજાને ઓળખવા પ્રયત્ન કરશે. જેનું જીવંત પ્રસારણ હોલમાં બેઠેલા તેના માતા-પિતા, વડીલો મોટા પડદા ઉપર જોઈ શકશે. ઉભા કરેલ હાઈટેક સ્ટુડીયોમાં ઉમેદવારો તેમના ક્રમાંક નંબર સાથે ટૂંકમાં પોતાનો પરિચય આપશે. આ કાર્યક્રમમાં પાત્રો અથવા વાલીઓએ નોંધાવેલ નંબર પ્રમાણે પરિચયની આપ-લે કરી શકશે. રાજકોટના આંગણે આગામી ડીસેમ્બરમાં યોજાઈ રહેલ રાજયકક્ષાનો ચોથો હાઈટેક પરિચય સંમેલન બ્રહ્મ પરિવારો માટે આશીર્વાદરૂપ બની રહેશે કારણ કે ઉચ્ચ શૈક્ષણિક કારર્કીદી ધરાવતા કવોલીફાઈડ અને આઈ.ટી. ક્ષેત્ર સાથે સંકળાયેલા દેશ-વિદેશમાં સ્થાયી થઈ ઉંચી આવક ધરાવતા ઉમેદવારો પણ ભાગ લેવાના હોય પસંદગીના વિશાળ તક ઉપલબ્ધ થશે. જે મેગા પરિચય સંમેલનમાં ભાગ લેવા માટે ભૂદેવ સેવા સમિતિના કાર્યાલય ૨૧૫, ગોલ્ડન પ્લાઝા, ટાગોર રોડ, રાજકોટ (ભૂદેવ સેવા સમિતિ કાર્યાલય – મો.નં. ૯૯૦૪૦ ૦૪૮૩૮) તથા તમામ તળગોળ જ્ઞાતિઓ અને બ્રહ્મસમાજની સંસ્થાનો સાથ અને સહકાર તથા ફોર્મ વિતરણ રાજકોટના તમામ તડગોળના કાર્યાલય ઉપરથી થશે જે ફોર્મ મેળવી જરૂરી વિગત સાથે ૧૫-નવેમ્બર પહેલા પરત કરવાનું રહેશે. તેમજ આ પ્રસંગે પ્રસિધ્ધ થનાર ડીરેકટરી રંગીન તસ્વીરો સાથે જ્ઞાતિના યુવક-યુવતિઓની સંપૂર્ણ વિગત સભર બનશે. જે માટેની અન્ય માહિતી પણ કાર્યાલયમાંથી ઉપલબ્ધ બનશે. આ કાર્યક્રમ સંદર્ભે દરેક તાલુકાઓની બ્રહ્મ સંસ્થાઓની મુલાકાત લેવાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. જે આયોજનની વધારે વિગત માટે આયોજક કમિટિ બનાવવામાં આવી છે ગેમ તેજસ ત્રિવેદી —પ્રમુખ – મો. ૯૯૦૪૦ ૦૪૮૩૮ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!