દેશભરમાં ૨૧ ઓકટોબરના દિવસને પોલીસ શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે.ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા હેડ ક્વાર્ટર ખાતે મોરબી જિલ્લા પોલીસ દ્વારા કોમોમરેશન પરેડ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ જવાનોએ શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. જે કાર્યક્રમમાં મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દેશમાં ૨૧ ઓકટોબરે પોલીસ શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે. દેશની બોર્ડર પર જવાનો ફરજ બજાવી રહયા છે. પરંતુ દેશની આંતરિક જવાબદારી જેના શિરે છે તેવા પોલીસ અધિકારીઓ પણ દેશના કાજે પોતાની આહુતિ અર્પણ કરી દેતા હોય છે. ત્યારે દેશની સુરક્ષા માટે પોતાનો જીવ આપી દેનાર શહીદ પોલીસ જવાનોને મોરબી જીલ્લા પોલીસ દ્રારા યાદ કરવામાં આવ્યા હતાં. મોરબીના મકનસર પાસે આવેલ પોલીસ હેડ કવાર્ટર ખાતે મોરબી જિલ્લા પોલીસ દ્વારા કોમોમરેશન પરેડનુ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ શહીદ જવાનોને શ્રદ્રાંજલી અર્પણ કરવામાં આવી હતી. જે કાર્યક્રમમાં મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠી, ડીવાયએસપી પી. એ. ઝાલા અને સમીર સારડા, પીઆઈ સહિતના અધિકારીઓ તેમજ પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.