મોરબી જીલ્લામાં આ વર્ષે અતિ વરસાદ થયો છે. જે સામાન્ય કરતા ૨૦૦% વધારે વરસાદ થયો છે. જે અતિ વરસાદના કારણે મોરબી જીલ્લામાં આવતા રસ્તાઓ જેવા કે નેશનલ હાઇવે, કોસ્ટલ હાઇવે, સ્ટેટ હાઇવે, તેમજ નાણા ગ્રામ્ય રસ્તાઓ તૂટી જવા પામેલ છે તેથી તૂટેલા રોડ રસ્તાઓનું રીપેરીંગ કામ તાત્કાલિક ચાલુ કરાવવા બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે પુષ્કર પ્રમાણમાં અતિ વરસાદ થવા પામેલ છે. જે સામાન્ય કરતા ૨૦૦% વધારે વરસાદ થયેલ છે. જે અતિ વરસાદના કારણે મોરબી જીલ્લામાં આવતા રસ્તા ઓ જેવા કે નેશનલ હાઇવે, કોસ્ટલ હાઇવે, સ્ટેટ હાઇવે, તેમજ નાણા ગ્રામ્ય રસ્તાઓ તૂટી જવા પામેલ છે. હાલમાં તૂટેલા રસ્તાઓના કારણે લોકો ખુબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ગામડેથી બીમાર લોકોને મોરબી શહેર સુધી પહોચાડવા મુશ્કેલી થઈ રહી છે. અને જો પહોચે તો તે વધારે બીમાર થાય તેવી રસ્તાઓની સ્થિતિ છે ત્યારે લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે દરેક રોડ રસ્તાઓનું સમારકામ ચાલુ કરાવવા મુખ્યમંત્રીને વિનંતી કરવામાં આવી છે. તેમજ મોરબી જીલ્લાનો સિરામિક ઉદ્યોગ હજારો કરોડોનો ટેક્ષ સરકારને આપે છે. ત્યારે તેની સામે મોરબી જિલ્લાના લોકોને પ્રાથમિક સુવિધા કેમ ન મળે ? તેવા સવાલો સમાન્ય લોકો ઉઠાવી થયા છે. ત્યારે મુખ્યમંત્રીને કામો તાત્કાલિક ચાલુ કરાવવા લોકો દ્વારા વિનંતી કરવામાં આવી છે. જો આવું કરવામાં નહિ આવે તો આગામી સમયમાં ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ફરજ પડશે તેવી ચીમકી પણ કાન્તિલાલ ડી. બાવરવા પ્રમુખ રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્ય દ્વારા ઉચ્ચારવામાં આવી છે..