Wednesday, December 18, 2024
HomeGujaratકમોસમી વરસાદ અતિવૃષ્ટિથી ખેડુતોને થયેલ નુક્સાનીનુ સર્વે કરાવવા ભારતીય કિસાન સંઘની કૃષિ...

કમોસમી વરસાદ અતિવૃષ્ટિથી ખેડુતોને થયેલ નુક્સાનીનુ સર્વે કરાવવા ભારતીય કિસાન સંઘની કૃષિ મંત્રીને રજૂઆત

દિવાળીના એક અઠવાડિયા પહેલાં શિયાળો બેસવાના બદલે ગુજરાતમાં ફરીથી બેઠું ચોમાસું છે. આઠમા નોરતાથી શરૂ થયેલો વરસાદ હજુ પણ યથાવત છે. જેને કારણે ખેડુતોને ભારે નુક્સાની વેઢવાનો વારો આવ્યો છે. જેને લઈ મોરબી જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખી કમોસમી વરસાદ અતિવૃષ્ટિથી ખેડુતોને થયેલ નુક્સાનીનુ વળતર ચુકવવા માંગ કરી છે.

- Advertisement -
- Advertisement -

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને લખવામાં આવેલ પત્રમાં મોરબી જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તા.૨૨ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી ગુજરાતમાં અતિવૃષ્ટિ થતાં ખેડૂતોને ભારે આર્થિક નુકશાન ભોગવવું પડ્યું છે. ભારે વરસાદને કારણે બાગાયત પાક તથા ખેતી પાકને વ્યાપકપણે નુકશાન પહોંચ્યું છે. સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં આ વખતે ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. ત્યા તો નવરાત્રિની વિદાય બાદ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ વરસ્યો છે. તો ઓગષ્ટ મહીનામા પડેલ ભારે વરસતાં કમોસમી વરસાદે ખેડૂતોના મોઢામાંથી કોળિયો છીનવી લીધું છે, ત્યા મોરબી જીલ્લામાં મગફળી-કપાસ થોડો ઘણો બચેલો પાક હતો જે હાલ પડી રહેલ વરસાદના કારણે વ્યાપક નુકસાન થયેલ છે. ‘કાપણીના સમયે જ માવઠાએ ખેડૂતોના ઘરોમાં દિવાળીએ હોળી જેવી હાલત થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આ વખતનું ચોમાસું જગતના તાત માટે મુસીબત બની રહ્યુ છે. જુલાઈ દરમિયાન ભારે વરસાદ વરસતાં સરકાર દ્વારા પિયત માટે ફોર્મ ભરવા મૌખિક સૂચના આપવામાં આવી હતી. ધોવાણ થયેલ ખેતરનો સર્વે હજુ સુધ્ધી કરેલ નથી. આ કૃષિ વિભાગે જાહેરાત કરી હતી કે, ખેતીવાડી વિભાગની ટીમો સર્વેની કામગીરી કરીને રિપોર્ટ આપશે. તે રિપોર્ટ પણ અપાઈ ગયેલ છે. દોઢ મહિનો વીત્યો છતાં અતિવૃષ્ટિથી પીડિત ખેડૂતોને સહાય મળી નથી. તો દિવાળીનો તહેવાર આવતો હોવાથી જો તત્કાલ સહાય પેકેજ જાહેર કરવામા આવે તો ખેડૂતોના ઘરમાં દિવાળી સુધરી શકે અને રવિ પાક વાવિને પોતાનું વર્ષ ગુજારી શકે. હાલ બે દિવસથી કમોસમી વરસાદ ઘણા વિસ્તારમાં પડેલ છે. પાકમાં હાલ સોયાબીન, મગફળી અડદ, મગ જેવા પાકોમાં સીઝનની શરૂઆત હતી. તેવામાં પાછોતરો વરસાદ પડવાને કારણે ખેડુતો પોતાનો પાક સારી રીતે લઇ શક્યા નથી અને સાવ નાશ પામેલ છે. તેથી ખેડુતોને ઘણી મુશ્કેલીની સાથે આર્થિક સંકટ ઉભુ થયેલ છે. જેને લઇ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને લિલો દુષ્કાળ જાહેર કરી તત્કાલ વળતર આપવામાં આવે તેવી ભારતીય કિસાન સંઘ દ્વારા રજુઆત કરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!