ટંકારા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. જેમાં ટંકારા પંથકમાંથી ગુમ થયેલ બે બાળાઓને શોધી લઈ પરિવારને સોંપવામાં આવી હતી. બંને બાળાઓના નિવેદનમાં અન્ય સ્થળે કામકાજ અંતર્ગત પરિવારને જાણ કર્યા વગર ચાલી ગયેલ હોય તેમ જણાવ્યું હતું. હાલ બે બાળા કે જેમાં એક બાળા સગીર હોય તેને ટંકારા પોલીસ ટીમ દ્વારા ગણતરીની કલાકોમાં શોધી પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ટંકારા તાલુકા પંથકમાંથી બે બાળાઓ કોઈને કહ્યા વગર ક્યાંક ચાલી ગયેલ હોવાની પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ હોય, જેમા એક બાળા સગીર વયની હતી. જેથી સગીરવયની બાળાને લગતી બાબતને ધ્યાને લઈ બંને બાળાઓને શોધવા ટંકારા પોલીસ મથક પીઆઈ વાય.કે.ગોહિલ દ્વારા અંગતલક્ષ આપી અલગ અલગ ટીમ બનાવી, સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરાવી તેમજ ટેકનીકલ અને હ્યુમન સોર્સની મદદ લઈ સગીરવયની બાળા સાથે બન્ને બાળાઓને જામનગર જીલ્લાના ફલ્લા ગામ પાસે આવેલ સુપર સ્પીન ટેક્ષવાળા કારખાનમાથી શોધી કાઢી બન્નેનુ મહિલા સામાજીક આગેવાન તથા મહિલા પોલીસ કર્મચારીની હાજરીમા વિગતવારનુ નિવેદન લેવામાં આવ્યું હતું. જે નિવેદનમાં તેઓએ જણાવેલ કે બીજે કામકાજની શોધમા ઘરના કોઈ સભ્યોને જાણ કર્યા વગર જાતેથી ચાલ્યા ગયેલ હોવાનુ જણાવેલ. જેથી મળી આવેલ બન્ને બાળાઓને ટંકારા પોલીસ સ્ટેશન ખાતે લાવી તેમના વાલી વારસને સોપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.