રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા દિવાળી પર્વ અને નૂતન વર્ષ નિમિતે સરકારી કર્મચારીઓ માટે જાહેર રજાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સરકારી કર્મચારીઓને ત્રણ દિવસની રજા આપવામાં આવી છે. જેમાં દિવાળી પર્વ, નૂતન વર્ષ અને ભાઈબીજના દિવસે જાહેર રજા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, રાજ્ય સરકાર દ્વારા દિવાળી પર્વને લઇને જાહેર રજા જાહેર કરી છે. જેમાં સરકારી કર્મચારીઓને ત્રણ દિવસની જાહેર રજા આપવામાં આવી છે અને ત્રણ દિવસ સુધી દરેક સરકારી કચેરી બંધ રહેશે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા દિવાળી પર્વ નિમિતે ગુરુવારના રોજ તા. 31/10/2024, 02/11/2024 ને શનિવારના રોજ નૂતન વર્ષ દિવસ નિમિતે અને 03/11/2024 ને રવિવારના રોજ ભાઈબીજ ના દિવસે જાહેર રજા રહેશે તેમજ તા. 01/11/2024 ને શુક્રવારના રોજ સરકારી કચેરીઓનો ચાલુ દિવસ હોય છે પરંતુ દિવાળી પર્વ નિમિતે સરકારી અધિકારી અને કર્મચારીઓ તહેવાર માણી શકે તે માટે તા. 01/11/2024 ને શુક્રવારના રોજ તમામ સરકારી કચેરીઓ જેમાં પંચાયત અને રાજ્ય સરકારના બોર્ડ, કોર્પોરેશન સહિતની કચેરીઓ બંધ રહેશે.જેના બદલામાં તા. 09/11/2024 ને શનિવારના રોજ તમામ કચેરીઓ ચાલુ રાખવાના આવશે તેમ ગુજરાત સરકારના વહીવટી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.