રોકડા ૨૦ હજારની લૂંટ ચલાવી અજાણ્યો રીક્ષા-ચાલક ફરાર
મોરબીમાં વધુ એકવાર લૂંટારું રીક્ષાગેંગ દ્વારા લૂંટ ચલાવી હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં સીરામીક કારખાનેથી વતનમાં જવા નીકળેલ બે પરપ્રાંતિય યુવકને રીક્ષામાં બેસાડી પીપળી ગામ નજીક રીક્ષા ઉભી રાખી છરીની અણીએ નંને પરપ્રાંતિય યુવક પાસેથી ૮ હજાર અને ૧૨ હજાર એમ કુલ ૨૦ હજાર રોકડા રૂપિયાની લૂંટ ચલાવી અજાણ્યો રીક્ષા ચાલક ફરાર થઇ ગયો હતો, ત્યારે સમગ્ર લૂંટની ઘટનામાં મોરબી તાલુકા પોલીસ મથકમાં ભોગ બનનાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઓરિસ્સા રાજ્યના રાનીગોડા ગામના વતની હાલ મોરબી તાલુજના સાપર ગામે સ્પેન્ટાગોન સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા રામચંદ્રકુમાર જુધીષ્ઠીરભાઇ ભુયાન ઉવ-૨૧ અને તેની સાથે કામ કરતો યુવક એમ બંને પોતાના વતનમાં જવા સાપર ગામથી હાઉસિંગ બોર્ડ જવા માટે રીક્ષામાં બેઠા હોય તે દરમિયાન સાપર ગામથી આગળ પીપાળી ગામ સામે આર.સી.સી રોડ નજીક આરોપી રિક્ષા ચાલકે પોતાની રિક્ષા ઉભી રાખી પોતાના નેફામાંથી છરી કાઢી બળજબરીથી ફરીયાદી પાસે રહેલ રૂ. ૮૦૦૦/- તથા તેની સાથેના યુવક પાસે રહેલ રૂ.૧૨,૦૦૦ એમ મળી કૂલ રૂ. ૨૦,૦૦૦/- ( વીસ હજાર ) રોકડા પડાવી લઇ, ગાળો આપી બંને યુવકોને જાન મારી નાખવાની ધમકી આપી રિક્ષામાંથી નીચે ઉતારી દઇ અજાણ્યો રીક્ષા ચાલક નાસી ગયો હતો. હાલ માળીયા(મી) પોલીસે આરોપી લૂંટારા અજાણ્યા રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.