મોરબીમાં ફરી રિક્ષાગેંગ દ્વારા લૂંટ કરાયાની ઘટના સામે આવી હતી. જેમાં પીપળી ગામ સામે પરપ્રાંતીય શખ્સને રિક્ષા ચાલકે છરી બતાવી રૂપિયાની લૂંટ ચલાવી હતી. જે બનાવનો મોરબી તાલુકા પોલીસે ગણતરીના કલાકોમા ભેદ ઉકેલી આરોપીની અટકાયત કરી છે. તેમજ આરોપીની પૂછપરછ કરતા તેણે કુલ સાત ગુન્હાઓની કબૂલાત આપી છે.
રાજકોટ રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવે રાજકોટ રેન્જમાં બનતા મિલ્કત સબંધી ચોરીના બનાવો અટકાવવા તેમજ અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પીપળી ગામ સામે પરપ્રાંતીય મજુર સાથે એક રીક્ષા ચાલકે છરી બતાવી લૂંટ ચલાવી હોવાનો ગુન્હો નોંધાયો હતો. જેને લઈ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા અલગ- અલગ ટીમો બનાવી આરોપીને શોધી કાઢવા કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસે બનાવવાળી જગ્યા તેમજ આજુબાજુ રૂટના પચાસથી વધુ સી.સી.ટી.વી ફુટેજ ચેક કરતા તેમજ નેત્રમ શાખાના સી.સી.ટી.વી.ની તપાસ કરતા ગુન્હામાં સંડોવાયેલ સી.એન.જી રિક્ષાના રજિસ્ટર નંબર GJ- 24-W-8691 મળી આવતા રિક્ષાના માલીક બાબતે ઇ-ગુજકોપ પોકેટકોપ એપ્લીકેશનમાં ખરાઇ કરી તપાસ કરતા રિક્ષા હાલે ભરતભાઇ દીપકભાઇ વાઘેલા (રહે.કુબેર રોડ શોભેશ્વર પાછળ મોરબી) પાસે હોવાની હકીકત જાણવા મળેલ બાદમાં પોલીસની એક ટિમ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન તેઓને બાતમી મળેલ કે GJ-24-W-8691 નંબરની રિક્ષા મોરબી-જેતપર રોડ પીપળી બસ સ્ટેન્ડ પાસેથી પસાર થનાર છે. જે બાતમી હકીકતનાં આધારે પીપળી બસ સ્ટેન્ડ પાસેથી આ ગુન્હાને અંજામ આપનાર રિક્ષાચાલક/આરોપી ભરતભાઇ દીપકભાઇ દેવીપુજકને ગુનામા સંડોવાયેલ મુદામાલ એક સી.એન.જી રિક્ષા રૂ. ૧,૦૦,૦૦૦/-, રોકડા રૂપિયા ૨૦,૦૦૦/-, બે મોબાઇલ રૂ. ૧૫૦૦૦- તથા એક છરીનો રૂ. ૧૫૦/- સાથે પકડી ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસની પી.એસ.આઇ. બી.ડી.ભટ્ટ ચલાવી રહ્યા છે.
આરોપીની મોડસ ઓપરેન્ડી એવી હતી કે, તે પોતાની રિક્ષામાં હીન્દી ભાષી પરપ્રાંતીય મજૂરને બેસાડી અવાવરૂ જગ્યા તેમજ તકનો લાભ લઇ છરી બતાવી ડરાવી ધમકાવી પૈસા તેમજ કીંમતી ચીજવસ્તુ પડાવી લેતો હતો.
આ કામગીરી પોલીસ ઇન્સેકટર એન.આર.મકવાણા તથા પી.એસ.આઈ. બી.ડી ભટ્ટ તથા એ.એસ.આઇ એસ.વી.સોલંકી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ પરમાર તથા વનરાજભાઇ ચાવડા તથા પોલીસ કોન્સ્ટેબલ ભગીરથભાઈ લોખીલ તથા રમેશભાઈ મુંધવા તથા કેતનભાઇ અજાણા તથા અરવિંદભાઇ મકવાણા તથા ફુલદીપભાઇ કાનગડ તથા પુથ્વીરાજસિંહ જાડેજા તથા સિધ્ધરાજભાઇ લોખીલ તથા હરસુખભાઇ સલીયા તથા દીપસિંહ ચૌહાણ તથા યશવંતસિંહ ઝાલા તથા દેવશીભાઇ મોરી દ્વારા કરવામાં આવી છે.