રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા રાજ્યના અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા મામલતદારની બદલી અને બઢતીનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં મામલતદાર વર્ગ 2 માં ફરજ બજાવતા 86 જેટલા મામલતદારની અલગ અલગ જિલ્લામાં બદલી કરવામાં આવી છે. તો મામલતદાર વર્ગ 3 ના ફરજ બજાવતા 108 મામલતદારને વર્ગ 2 ના મામલતદાર તરીકે બઢતી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા દિવાળી પર્વ પર મામલતદારને પ્રમોશન અને સાથે બદલી કરવાની જાહેરાત કરવામાં આવી છે. મહેસુલ વિભાગના વર્ગ 2 ના 86 જેટલા મામલતદારની અલગ અલગ જિલ્લામાં બદલી કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લાની વાત કરીએ તો વાંકાનેરમાં મામલતદાર યું.વી. કાનાણીની ગાંધીનગર જિલ્લાના કલોલ ગ્રામ્ય મામલતદાર તરીકે, મોરબી ડિઝાસ્ટર મામલતદાર જે એસ સિંધીની કચ્છના ગાંધીધામ મામલતદાર તરીકે, હળવદ મામલતદાર મધુસૂદન જે પરમારની મોરબી ઇલેક્શન મામલતદાર, માળીયા મીયાણા ના ખેંગારકુમાર વી સાનિયાની વાંકાનેર મામલતદાર તરીકે, મોરબી ગ્રામ્યના નિખિલ એચ મહેતાની રાજકોટ જિલ્લા PRO તરિકે, ટંકારા મામલતદાર કેતન જી સખીયાની પડધરી મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે. તેમજ નડિયાદ ગ્રામ્યના પારુલબેન એમ શાહની મોરબી કલેક્ટર કચેરીમાં મામલતદાર તરીકે, ઉપલેટાના મામલતદાર એમ. ટી. ધનવાનીની મોરબી ગ્રામ્ય મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે. તેમજ નાયબ મામલતદાર વર્ગ 3 ના મામલતદારને વર્ગ 2 ના મામલતદાર તરીકે 108 મામલતદારને બઢતી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે. આમ મહેસુલ વિભાગ દ્વારા દિવાળી પહેલા વર્ગ 3 ના મામલતદારને દિવાળી ભેટ આપવામાં આવી છે.