ટંકારાના ત્રણ હાટડી વિસ્તારમાં જીર્ણોધ્ધાર પામેલ શ્રી રામજી મંદિર નુતન શિખર યજ્ઞ મહોત્સવ કાર્યક્રમ સંવત ૨૦૮૦ના આસો વદ ૧૧ ને રવિવાર તા. ૨૭-૧૦-૨૦૨૪ના રોજ યોજવામાં આવશે. જેમાં ધુન ભજન, યજ્ઞ, મહા પ્રસાદ, શ્રી લક્ષ્મીનારાયણ દાદાની ધ્વજાજી મહોત્સવ ઉજવવામાં આવશે…
પ્રભુ શ્રી રામના આશીર્વાદથી અને સૌના સાથ-સહકારથી જીર્ણોધ્ધાર પામેલ શ્રી રામજી મંદિર નુતન શિખર યજ્ઞ મહોત્સવ કાર્યક્રમ સંવત ૨૦૮૦ના આસો વદ ૧૧ ને રવિવાર તા. ૨૭-૧૦-૨૦૨૪ના રોજ યોજવામાં આવશે. જે અંતર્ગત ત્રણ હાટડી ચોક ખાતે તા. 26/11/2024 ને શનિવારના રોજ રાત્રે 09:00 વાગ્યે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં અજય પ્રજાપતિ અને દક્ષા પરમાર કલાકાર, તબલા ઉસ્તાદ ભાવિન મારું, બેન્જો માસ્ટર રાહુલ મકવાણા અને મંજીરા કાળુભાઈના સથવારે સંત વાણી રજૂ કરશે. તેમજ તા. ૨૭-૧૦-૨૦૨૪ને રવિવારના રોજ ધુન ભજન, યજ્ઞ, મહા પ્રસાદ, શ્રી લક્ષ્મીનારાયણ દાદાની ધ્વજાજી મહોત્સવ રાખવામાં આવ્યો છે..જેમાં મહાયજ્ઞ સવારે 07:30 વાગ્યે, યજ્ઞ પૂર્ણાહુતિ બપોરે 12:30 વાગ્યે અને મહાપ્રસાદ 11:30 વાગ્યે ટંકારાના ઉગમણાનાકા પટેલ સમાજ વાડી ચિત્રકૂટ ધામ ખાતે રાખવામાં આવ્યું છે. શ્રી લક્ષ્મીનારાયણ દાદાની ધ્વજાજી મહોત્સવ સાંજે 04:00 વાગ્યે શ્રી રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા સાથે શ્રી લક્ષ્મી નારાયણ મંદિર ખાતે સુધી યોજવામાં આવશે. જે કાર્યક્રમમાં સમસ્ત ત્રણ હાટડી વિસ્તાર ના રહેવાસીઓને મહાપ્રસાદ લેવા માટે શ્રી રામજી મંદિર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.