વાંકાનેર તાલુકાના હડમતીયા ગામથી કોઠારીયા જવાના રસ્તે ખેતરના શેઢે આવેલ વોકળા પાસે આજથી એક વર્ષથી વધુ સમય પહેલા કોથળામાં પેક કરેલ કોહવાય ગયેલ હાલતમાં મળી આવેલ આશરે ૨૫ થી ૩૦ વર્ષની ઉમર ધરાવતી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, જે લાશને પ્રથમ ટંકારા સિવિલ હોસ્પિટલ બાદ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાઇ હતી, જ્યાં પ્રાથમિક અહેવાલમાં મહિલાના શરીર ઉપર કોઈ ઇજાના નિશાન ન હોવાથી મૃત્યુનું કારણ સ્પષ્ટ થયું ન હોય ત્યારે મુખ્ય રીપોર્ટ આવ્યા બાદ ક્યાં કારણોસર અજાણી મહિલાનું મૃત્યુ થયાનું સામે આવશે, ત્યારે હાલ વાંકાનેર તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી અનુસાર ગઈ તા.૨૬ જુલાઈ ૨૦૨૩ના રોજ હડમતીયા ગામથી વાંકાનેરના કોઠારીયા ગામ તરફ જવાના રસ્તે જતા દલસુખભાઇ વાલજીભાઇ બોડા રહે મોરબી વાળાના ખેતરના શેઢે આવેલ વોકળા પાસે અજાણી મહિલા જેની ઉમર આશરે ૨૫ થી ૩૦ વર્ષનો મૃતદેહ પ્લાસ્ટીકના કોથળામા મળી આવતા, જેની ડેડબોડી ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.મૃતક અજાણી મહિલાના મોત બાબતે ફોરેન્સીક પી.એમ માટે પી.ડી.યુ. મેડીકલ કોલેજ રાજકોટ ખાતે ફોરેન્સીક પી.એમ કરાવતા મરણજનારના પ્રાથમિક મૃત્યુના કારણમાં મૃતક મહિલાના શરીર પર કોઇ બાહ્ય ઇજાના નિશાન જોવામા આવેલ ન હતા, જેથી મરણજનારના મોતનુ સ્પષ્ટ કારણ જણાય આવેલ ન હોય અને પી.એમ. વખતે લીધેલ વિશેરા તથા સ્ટર્નમ બોન વિગેરેના પૃથકરણ અહેવાલ આવ્યા બાદ મરણજનારના મોતનુ કારણ સ્પષ્ટ થાય તેમ યાદીમાં જણાવવામાં આવ્યુ છે, હાલ અજાણી મહિલાનો મૃતદેહ વાંકાનેર તાલુકા પોલીસ મથકની હદમાં મળી આવ્યો હોય જેથી વાંકાનેર તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.