Saturday, November 23, 2024
HomeGujaratમોરબીમાં બેકાબુ સ્વીફ્ટ કારે આતંક મચાવ્યો:કાર, રીક્ષા, ત્રણ બાઇકને હડફેટે લીધાની ફરિયાદ...

મોરબીમાં બેકાબુ સ્વીફ્ટ કારે આતંક મચાવ્યો:કાર, રીક્ષા, ત્રણ બાઇકને હડફેટે લીધાની ફરિયાદ નોંધાઈ

અકસ્માતની હારમાળા સર્જી સ્વીફ્ટ કાર કાદવમાં ફસાઈ જતા કાર રેઢી મૂકી ચાલક નાસી ગયો

- Advertisement -
- Advertisement -

એક બાઇક ચાલકને સામાન્ય ઇજાઓને લઈ સારવારમાં,વાહનોમાં થયેલ નુક્સાનીનો આંક ઉંચો

મોરબી શહેરમાં ગઈકાલે સાંજના અરસામાં એક સ્વીફ્ટ કારે રીતસરનો આતંક મચાવી શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં અકસ્માતની હારમાળા સર્જી હતી, જેમાં લાતી પ્લોટ શેરી.૨ માં બેકાબુ સ્વીફ્ટ કાર ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી આવી શેરીમાં ઓફીસની બહાર પાર્ક કરેલ વર્ના કાર, ત્યાંથી આગળ એક સીએનજી રીક્ષા સહિત અંત ત્રણ જેટલા બાઇકને હડફેટે લીધા હતા, ત્યારે એક બાઇક ઉપર પરિવાર સાથે જઈ રહેલા બાઇકને પાછળથી ઠોકર મારી બાઇક સવાર પતિ-પત્ની અને તેમની ૪વર્ષની બાળકીને નીચે પછાડી દઈ આ સ્વીફ્ટ કાર ચાલક પોતાની કાર લઈને નાસી ગયો હતો, જો કે આગળ શેરીમાં રોડ ઉઓર કાદવ કિચડને કારણે સ્વીફ્ટ કાર ફસાઈ જતા તેનો ચાલક કાર રેઢી મૂકીને ભાગી છૂટ્યો હતો, હાલ ઇજાગ્રસ્ત બાઇક ચાલક દ્વારા અકસ્માતો સર્જનાર સ્વીફ્ટ કારણ અજાણ્યા ચાલક વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સમક્ષ હોસ્પિટલના બિછાનેથી ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી અજાણ્યા સ્વીફ્ટ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત માહિત મુજબ મોરબીની નાની કેનાલ રોડ ઉપર ઓમપાર્ક સોસાયટીમાં રહેતા દીક્ષિતભાઈ જયંતીભાઈ કાંજીયા ઉવ.૩૪ એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સમક્ષ આરોપી તરીકે સ્વીફ્ટ કાર રજી.નં. જીજે-૩૬-૪૬૭૦ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈકાલ તા.૨૮/૧૦ના રોજ સાંજના દીક્ષિતભાઈ પોતાનું હીરો સ્પ્લેન્ડર બાઇક રજી.ન. જીજે-૩૬-એડી-૮૯૧૮ લઈને પત્ની તથા ૪ વર્ષની બાળકીને લઈને પૂજા હોસ્પિટલમાં દવા લઈને પરત ઘરે જતા હોય તે દરમિયાન લાતી પ્લોટ શેરી નં-૨ માં પહોંચતા પાછળથી ઉપરોક્ત સ્વીફ્ટ કાર દ્વારા દીક્ષિતભાઈના બાઇકને પછકથી જોરદાર ટક્કર મારતા તેઓ પત્ની તથા બાળકી સહિત નીચે પટકાયા હતા, જેમાં દીક્ષિતભાઈની પત્ની તથા બાળકીને સદનસીબે કોઈ ઇજાઓ પહોંચી ન હતી જ્યારે દીક્ષિતભાઈને છોલ છાલ તથા પગના અંગૂઠામાં મૂંઢ ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી સ્વીફ્ટ કાર આગળ નીકળી ગઈ હતી, ત્યારે ઘટના સ્થળની આજુબાજુની ઓફીસ ધરાવતા લોકો ત્યાં એકઠા થઇ ગયા હતા. ત્યારે આ બેકાબુ સ્વીફ્ટ કાર દ્વારા ઓફીસ બહાર પાર્ક કરેલ વર્ના કાર, એક સીએનજી રીક્ષા, દીક્ષિતભાઈના બાઇક સહિત ત્રણ બાઇકને હડફેટે લીધા હતા, હાલ આ સ્વીફ્ટ કાર શેરીમાં રોડ ઉપર કાદવ કીચડમાં ફસાઈ જતા કાર ચાલક આરોપી કાર રેઢી મૂકીને નાસી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!