આપેલ બધા રૂપિયાના ફટાકડા લઈને ફોડી નાખવા જેવી બાબતના ઝઘડામાં બે બાળકો નોંધારા થયા
મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામે આવેલ ફેક્ટરીમાં મજૂરી કામ કરી ત્યાં ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના દંપતી વચ્ચે સામાન્ય બાબતના ઝઘડામાં એકદમ ઉશ્કેરાયેલ પતિએ પત્નીને માથામાં ધોકો ફટકારી દેતા માથામાં ગંભીર ઇજાને કારણે સ્થળ ઉપર જ પત્નીનું મૃત્યુ નીપજ્યું હતું, સમગ્ર બનાવ મામલે ક્ષણિકના ઉશ્કેરાહટમાં બે માસુમ બાળકો માતાપિતાની છત્રછાયા વગરના નોંધારા થઈ ગયા હતા, હાલ મૃતકના પિતરાઈ ભાઈ દ્વારા હત્યારા બનેવી વિરુદ્ધ તાલુકા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટક કરવા તજવીજ હાથ ધરી છે.
હત્યાના બનાવની પ્રાપ્ત માહિતી મુજબ મૂળ એમપીના હાલ ગાળા ગામે ખેત મજૂરી કરતા દિપકભાઇ બગ્ગાભાઇ ડામોર ઉવ.૩૫એ પોતાની મામાની દીકરી બહેનને માથામાં ધોકો ફટકારીને હત્યા નિપજાવનાર હત્યારા બનેવી એવા આરોપી નરબેસિંગ ભગ્ગાસિંગ મેડા રહે.હાલ તળાવીયા શનાળા ગામે સોફ્ટન કાર્બન ઇન્ડસ્ટ્રીજની લેબર કોલોનીમા મુળગામ કંજરોટા જી.ધાર(એમ.પી.) વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી કે દિવાળીના તહેવાર આવતો હોવાથી કારખાનામાં કામ કરતા આરોપી નરબેસિંગએ ૫ હજાર રૂપિયા ઉપાડ પેટે લીધા હોય જે રૂપિયા આરોપીએ પોતાની પત્ની ભુરીબેનને આપ્યા હોય ત્યારે ગત તા. ૨૮/૧૦ના રોજ પોતાની પત્ની પાસે આરોપીએ ફટાકડા લેવા રૂપિયા માંગતા ભુરીબેને ૫૦૦ રૂપિયા આપ્યા હોય જે બધા રૂપિયાના ફટાકડા લઈ આવી પતિ તથા બાળકોએ તે ફટાકડા ફોડી નાખ્યા હોય ત્યારે ૨૮/૧૦ ના સાંજે પત્ની ભુરીબેને પતિ સાથે બધા આપેલ બધા રૂપિયાના ફટાકડા લાવ્યા અંગે ઝઘડો શરૂ કરી પતિને મારી લીધું હતું જેથી એકદમ ઉશ્કેરાઈ ગયેલ પતિ નરબેસિંગ એ બાજુમાં પડેલ ધોકો પત્ની ભુરીબેનને માથામાં મારી દેતા ગંભીર ઇજાને કારણે સ્થળ ઉપર જ ભુરીબેનનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું.
ઉપરોક્ત બનાવ બાદ બહેનના બે સંતાનોએ ફરિયાદી દીપકભાઈને ફોન દ્વારા સમગ્ર બનાવ બાબતે જાણ કરતા દીપકભાઈ તળાવીયા શનાળા ખાતે કારખાને ગયા હોય જ્યાં બહેનને સારવાર અર્થે ૧૦૮ મારફત મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા જ્યાં ડોક્ટરે જોઈ તપાસી ભુરીબેનને મૃત જાહેર કર્યા હતા, હાલ પોલીસે હત્યારા આરોપીની અટકાયત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.