મોરબી એલસીબી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે હળવદ તાલુકાના રણછોડગઢ ગામ પહેલા રોડ ઉપરથી બંધ હાલતમાં પડેલ બોલેરો ગાડીમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી ૪૮૯ બોટલ તેમજ બિયરના ૨૫૨ નંગ ટીન મળી આવ્યા હતા, આ સાથે એલસીબી પોલીસે વિદેશી દારૂ-બિયરનો જથ્થો કબ્જે લઈ આરોપી બોલેરો કાર ચાલક તથા તપાસમાં ખુલ્લે તેના વિરુદ્ધ હકવાડ પોલીસ મથકમાં ગુનો નોંધાવી આરોપીઓને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમ હકવાદના માથક થી કડીયાણા ગામ તરફ રસ્તે પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન હ્યુમન સોર્સથી બાતમી મળી કે હળવદ તાલુકાના રણછોડગઢ ગામ નજીક રોડ ઉપર એક બોલેરો ગાડી બંધ હાલતમાં હોય જેમાં વિદેશી દારૂ હોવાની ચોક્કસ બાતમીને આધારે તુરંત ઉપરોક્ત સ્થળે તપાસ કરતા હાઇવે રોડની સાઈડમાં બંધ પડેલ બોલેરો પીકઅપ ગાડી રજી.નં. જીજે-૩૬-વી-૦૪૧૭ વાળીમાં ચેક કરતા તેમાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની ૪૮૯ બોટલ તેમજ બિયરના ૨૫૨ નંગ ટીન જેની કુલ કિ.રૂ. ૨,૭૭,૬૯૮/-મળી આવ્યા હતા. આ સાતગે એલસીબી પોલીસે વિદેશી દારૂ તથા બોલેરો ગાડી સહિત કિ.રૂ.૫,૭૭,૬૯૮/-નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી બોલેરો ગાડી ચાલક તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધાવી ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા તપાસની તજવીજ હાથ ધરી છે.