મોરબીની મચ્છી-પીઠ ખાતે મચ્છી, મુરઘીના વેપારી મુરઘી ખરીદવા મિત્ર સાથે પોતાની સીએનજી રીક્ષા લઈને આવેલ ત્યારે જોન્સનગર ખાતે રહેતા ત્રણ સગા ભાઈઓ દ્વારા ‘અહીં આવવાની ના પાડેલ છે’ તેમ કહી છરી, ધારીયા વડે વેપારી તથા તેના મિત્ર ઉપર હુમલો કર્યો હતો, જો કે સીએનજી રીક્ષામાં તોડફોડ કરતા હોય ત્યારે વેપારી તથા તેમનો મિત્ર સ્થળ ઉપરથી ભાગી ગયા હતા, હાલ વેપારી દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં ત્રણેય સગા ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના વીસીપરામાં કુલીનગર-૨ માં રહેતા અને ટીંબડી પાટીયા પાસે મુરઘી તથા મચ્છીનો વેપાર ધંધો કરતા વસીમભાઈ યુનુસભાઈ સેડાત ઉવ.૨૮ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી સમીર કાસમભાઈ સંધવાણી, અસ્લમ કાસમભાઈ સંધવાણી, મુસ્તાક કાસમભાઈ સંધવાણી રહે. ત્રણેય મોરબી જોન્સનગરવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈકાલ તા.૩૧/૧૦ ના રોજ બપોરના સુમારે વસીમભાઈ પોતાની સીએનજી રીક્ષા જીજે-૩૬-ડબલ્યુ-૬૦૪૭ લઈને પોતાના મિત્ર ઇસ્માઇલ કાણીયા સાથે મોરબી મચ્છી-પીઠ ખાતે મુરઘી, મચ્છી ખરીદવા આવ્યા હતા ત્યારે મુરઘીવાળાની દુકાન પાસે ઉપરોક્ત આરોપી સમીર આવીને કહેવા લાગ્યો કે ‘ તમને મચ્છી-પીઠમાં આવવાની ના પાડેલ છે તો શું કામ અહીં આવો છો’ તેમ કહી ગાળો આપવા લાગ્યો હોય જેથી વસીમભાઈએ ગાળો આપવાની ના પાડતા આરોપી સમીરે ફોન કરીને પોતાના ભાઈઓને બોલાવતા તેઓ છરી અને ધારીયા સાથે ત્યાં આવી વસીમભાઈની રીક્ષામાં તોડફોડ કરવા લાગ્યા ત્યારે મારની બીકથી વસીમભાઈ અને તેમનો મિત્ર ત્યાંથી ભાગી ગયા હતા, ત્યારે ત્રણેય ભાઈઓ તેની પાછળ દોડીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હોય, જ્યાંથી વસીમભાઈ અને તેનો મિત્ર ભાગી સીધા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, હાલ એ ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કરીને ત્રણેયની અટક કરવા તજવીજ હાથ ધરી છે.