Friday, November 1, 2024
HomeGujaratહળવદ:જર્જરીત બે મકાનમાંથી મોંઘીદાટ વિદેશી દારૂ-બિયરનો જથ્થો તથા બુટલેગરના ઘરમાંથી રોકડા ૧૫.૫૦...

હળવદ:જર્જરીત બે મકાનમાંથી મોંઘીદાટ વિદેશી દારૂ-બિયરનો જથ્થો તથા બુટલેગરના ઘરમાંથી રોકડા ૧૫.૫૦ લાખ મળી આવ્યા

હળવદ પોલીસે વિદેશી દારૂની ૧૩૮ બોટલ, ૧૧૬ બિયર ટીન તેમજ રોકડ સહિત ૧૬.૮૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર બુટલેગરની શોધખોળ શરૂ કરી

- Advertisement -
- Advertisement -

 

હળવદ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે જોષીફળી વિસ્તારમાં બુટલેગરના કબ્જાવાળા બે જર્જરીત મકાનમાં દરોડો પાડી મોંઘીદાટ વિદેશી દારૂની કુલ ૧૩૮ બોટલ તથા બિયરના ૧૧૬ ટીનનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો, આ સાથે જોષીફળીમાં જ રહેતા બુટલેગરના ઘરમાં તપાસ હાથ ધરતા ૧૫.૫૦ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. જેથી હળવદ પોલીસે વિદેશી દારૂ-બિયરનો જથ્થો તેમજ રોકડા રૂપિયા કબ્જે કઈ આરોપી બુટલેગરની શોધખોળ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હળવદ પોલીસ ટીમને સયુંકતમાં બાતમી મળી કે જોષીફળી વિસ્તારમાં બુટલેગર ધવલ શુક્લ એ પોતાના ઘરની બાજુમાં આવેલ ખંઢેર જેવા અવાવરું બે અલગ અલગ મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ હોય અને તેનું વેચાણ કરતો હોય જે મુજબની બાતમી મળતા તુરંત પોલીસે ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા બાતમી મુજબના જર્જરીત મકાનમાંથી જોહનીવોકર, બેલેન્ટાઇન, ડીએસપી, પોલ જ્હોન જેવી મોંઘીદાટ વિદેશી દારૂની કુલ ૧૩૮ બોટલ તથા બિયરના ૧૧૬ ટીન એમ કુલ કિ.રૂ. ૧,૩૨,૬૭૯/- નો જથ્થો મળી આવ્યો હતો, જ્યારે આરોપી ધવલ શુકલના રહેણાંક મકાનમાં તપાસ કરતા કબાટમાંથી રોકડા ૧૫.૫૦ લાખ મળી આવ્યા હતા તે રોકડને શકપડતી મિલકત તરીકે કબ્જે લીધા હતા. હળવદ પોલીસની દરોડાની સમગ્ર કામગીરી દરમિયાન આરોપી બુટલેગર ધવલભાઈ નરેન્દ્રભાઈ શુક્લ રહે. હળવદ ટાઉન જોષીફળીવાળા હાજર મળી આવેલ ન હોય જેથી તેને ફરાર દર્શાવી કુલ કિ.રૂ. ૧૬,૮૨,૬૭૯/-નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!