મોરબી જીલ્લામાં અપમૃત્યુના બે બનાવમાં હળવદ પંથકમાં કુંવાના પાણીમાં ડૂબી જતાં સગીરાનું તેમજ ટંકારાના જીવાપર ગામે રાત્રે સુતેલ ૨૬ વર્ષીય શ્રમિક યુવક સવારે ઉઠાડતા મોતની ગાઢ નિદ્રામાં સરી પડ્યો હતો, જે બંને બનાવમાં પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ હાથ ધરી હતી.
પ્રથમ અપમૃત્યુના બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર હળવદ ધોબા કુવા વાડી વિસ્તાર અનિલભાઇ ગોપલભાઇની વાડીમાં રહેતા ખેત શ્રમિક પરિવારની ૧૩ વર્ષીય પુત્રી કૈલાશબેન ગુમાનસિંગ રાઠવા ગઈકાલ તા.૦૧/૧૧ ના રોજ વહેલી સવારમાં બાથરૂમ કરવા ગયી હોય ત્યારે તે સ્થળે આવેલ પાણી ભરેલ કુવામાં અકસ્માતે પડી જતા પાણીમાં ડુબી જવાથી કૈલાસબેનનું મૃત્યુ નીપજ્યું હતું, જે બાદ મૃતક ની ડેડબોડી હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા પોલીસે અ. મોતની નોંધ કરી વધુ તપાસ કરી વિગતો મેળવી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જ્યારે બીજા અપમૃત્યુના બનાવમાં ટંકારાના જીવાપર ગામે મનસુખભાઇ મુછાળાની વાડીએ રહેતા રાકેશભાઇ ધોરચંદભાઇ બાંભણીયા ઉવ.૨૬ વાળાને ગઈકાલ ૧/૧૧ના સવારના ચારેક વાગ્યાની આસપાસ ઉઠાડવા છતાં રાકેશભાઈ ઉઠેલ ન હતા જે બાદ બપોરના ૨.૪૦ વાગ્યા સુધી ન ઉઠતા યુવકને ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે રાકેશભાઈ બાંભણીયાને મરણ જાહેર કરવામાં આવ્યા હતા, જે બનાવ બાદ ટંકારા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ. મૃત્યુની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.