વલસાડ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લાં ૧૬ વર્ષ દરમ્યાન ગુમ,અપહરણ થયેલા બાળકો/બાળકી તથા વ્યકિતઓને શોધી કાઢવા માટે કામગીરી ચાલુ હતી. ત્યારે છેલ્લા દસ માસમાં અલગ અલગ ટીમો બનાવી અલગ-અલગ રાજયોમાંથી જાન્યુઆરીથી ઓક્ટોબર ૨૦૨૪ એમ ફક્ત દસ માંસના ટુંકા ગાળામાં બાળક/બાળકીઓ મળી કુલ -૧૧૨ તથા સ્ત્રી-પુરૂષ કુલ -૨૮૮ મળી કુલ-૪૦૦ લોકોને શોધી કાઢી ઉતમ કામગીરી કરવામાં આવી છે.
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસઅધિકારીથી, વિકાસ સહાય ગાંધીનગર, તથા પોલીસ મહાનિરીક્ષકથી પ્રેમ વીર સિંહ સુરત વિભાગની સુચના અંતગર્ત વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લાં ૧૬ વર્ષમાં ગુમ/અપહરણ થયેલા બાળકો/બાળકી તથા વ્યકિતઓને શોધી કાઢવા અંગેની કામગીરી માટે જે તે સમયના કાગળો, રજિસ્ટરો ચેક કરી ફરીયાદીઓનો સંપર્ક કરી ફરીયાદી અને સાક્ષીઓના નિવેદનો અને તેમના બતાવેલ સરનામે શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી. જેમાં મોટા ભાગના કિસ્સાઓમાં ગુમ/અપહરણ થયેલ બાળકો તથા વ્યક્તિઓ (પુખ્તવયના) ગુજરાત રાજય બહાર રહેતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જે તમામ કિસ્સાઓમાં જિલ્લાના થાણા અધિકારીઓને જે તે રાજયમાં જે તે જિલ્લાના સરપંચો ગામના સભ્યો, સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેમજ ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન ઈન્ટેલીજન્સ મારફતે તપાસ કરાવતા તમામ ગુમ, અપહરણ થયેલ બાળકો/વ્યકિતઓની જાહેરાત અને ફરીયાદ આપનારનો સંપર્ક કરી તેના આધારે અલગ-અલગ ટીમો બનાવી અલગ-અલગ રાજયોમાં નવેસરથી ગુમ, અપહરણ થયેલ બાળકો/વ્યકિતઓને શોધી કાઢવા માટેનું અભિયાન ચાલુ રાખવામાં આવ્યું હતું. જે અભિયાન અંતર્ગત જાન્યુઆરીથી ઓક્ટોબર ૨૦૨૪ એમ ફક્ત દસ માંસના ટુંકા ગાળામાં ગુમ,અપહરણ થયેલ બાળક/બાળકીઓ કુલ -૧૧૨ તથા સ્ત્રી-પુરૂષ કુલ -૨૮૮ મળી કુલ-૪૦૦ લોકોને શોધી કાઢવામાં સફળતા મળી હતી.