મોરબી જિલ્લામાં આયુષ હોસ્પિટલમાં યુરો સર્જરી વિભાગમાં આરોગ્ય ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હાસંલ કરી છે. મોરબીના એક દર્દી છેલ્લા ત્રણેક વર્ષથી પથરીથી પીડાતા હતા. જેમણે ચોક્કસ નિદાન ન કરાવી માત્ર ઘરગથ્થુ ઈલાજ કરાવ્યો જેથી કિડનીની નળીમાં 13MM ની પથરી ફસાઈ ગઈ હતી. જેથી આયુષ હોસ્પિટલના ડોક્ટરોએ ઓપરેશન કરી કિડની કાઢી દર્દીને દુખાવામાંથી રાહત આપી યોગ્ય નિદાન કરતા દર્દીએ ડોકટર અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
મોરબી જિલ્લાના ૪૧ વર્ષના સરદાબેન મુંઢવા નામના દર્દીને સતત 5 દિવસથી ડાબા પડખામાં ખુબજ દુખાવો થઈ રહ્યો હતો. ત્યારે બે દિવસથી તીવ્ર ઠંડી અને તાવ આવી ગયો હતો. તેઓ સારવાર માટે આયુષ હોસ્પિટલમાં આવ્યા હતા. દર્દીની સિટીસ્કૅનની તપાસ કરતાં ખબર પડી કે ડાબી કિડની મા રસી થઈ ગઈ હતી. અને ડાબી કિડનીની નળીમાં 13MM ની પથરી ફસાઈ ગઈ છે. આયુષ હોસ્પિટલમાં યુરોલોજિસ્ટ કેયૂર પટેલના કેહવા પ્રમાણે દર્દીને છેલ્લા 3 વર્ષથી 13MM ની પથરી ડાબી કિડની નળીમાં હોવાનું જણાયું હતું. જેથી દર્દીને વારંવાર ડાબા પડખમાં દુખાવો પણ થતો હતો. અને દર્દીને રાજકોટની કોઈ હોસ્પિટલમાથી પથરી તોડવાની સલાહ પણ આપવામાં આવી હતી. દર્દીની બેદરકારીના કારણે દર્દીએ સચોટ નિદાન કરાવ્યુ નહીં અને દેસી નુસખાઓ પર ધ્યાન આપ્યું જેથી તેમણે દુખાવામા રાહત મળતી પણ પથરી નીકળી ન હતી અને કિડનીમા પથરીના કારણે ચેપ લાગવાથી કિડની કામ કરતી બંધ થઈ ગઈ હતી.જેની પુષ્ટિ DTPA સ્કૅન દ્વારા કરવામાં આવી હતી.જે દરેક બાબત દર્દી સમજાવ્યા બાદ તેમણે નેફેરેક્ટોમિ ( કિડની કાઢવાનું ઓપરેશન ) માટે તૈયાર હતું.ત્યાર બાદ ડાબા પડખામાં કાપો મૂકીને કિડની કાઢવામા આવી હતી. હાલ ઓપરેશન બાદ દર્દી એકદમ સ્વસ્થ છે. જે સચોટ નિદાન કરતા દર્દીએ ડોક્ટર અને તેમની ટીમનો આભાર માન્યો હતો. દર્દીની તમામ સારવાર આયુષ્યમાન ભારત યોજના હેઠળ ફ્રીમા કરવામાં આવી હતી.