Thursday, December 26, 2024
HomeGujaratવાંકાનેરનાં લુણસર ગામ પાસેથી અપહરણ કરાયેલ યુવકને છોડાવવા પોલીસનું સતત વીસ કલાકનું...

વાંકાનેરનાં લુણસર ગામ પાસેથી અપહરણ કરાયેલ યુવકને છોડાવવા પોલીસનું સતત વીસ કલાકનું ઓપરેશન:ત્રણ અપહરણકારોની ધરપકડ

રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી તરફથી ગંભીર પ્રકારના શરીર સંબંધી ગુન્હામાં તાત્કાલીક આરોપીઓને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવા સુચના થઇ આવેલ હોય જે અંતર્ગત વાંકાનેર ડીવાયએસપી એસ.એચ. સારડા ના માર્ગદર્શન હેઠળ કામગીરી કરતા દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા સતત વીસ કલાક સુધી ઓપરેશન હાથ ધરી વાંકાનેર તાલુકાના લુણસર ગામ પાસે રોડ પરથી સ્કોર્પીયો કારમાં અપહરણ કરી જનાર આરોપીઓને પકડી પાડી ભોગબનનારને મુક્ત કરાવી અપહરણ કરનાર ત્રણેય ઇસમો વીરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત તા.૦૫/૧૧/૨૦૨૪ ના રાતના સમયે વાંકાનેર તાલુકાના લુણસર ગામ નજીક રોડ પર એક સ્કોર્પીયો કારમાં ત્રણ ઇસમોએ આવી ફરીયાદીની સ્વીફ્ટ કાર સાથે સ્કોર્પીયો કાર અથડાવી ફરીયાદી લીલાભાઇ કાળુભાઇ ભુંડીયા (રહે.મનડાસર તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર)નું અપહરણ કરી સ્કોર્પીયો કાર લઇ નાશી ગયેલ હોય જે બાબતે ફરીયાદીના ભાઇએ રૂબરૂ પોલીસ સ્ટેશને આવી જાણ કરતા વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા તુરંત જ નાકાબંધી કરાવવામાં આવેલ તેમજ અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વીસ્તારમાં અપહરણ કરી જનાર સ્કોર્પીયો કાર તથા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને આરોપીઓ શાતીર હોય લોકેશન ટ્રેસ ન થઈ શકે તે માટે ભોગ બનનારનો મોબાઈલ પણ સાથે રાખ્યો ન હતો જેથી સતત વીસ કલાકના પોલીસના ઓપરેશન બાદ વાંકાનેર બાઉન્ટ્રી પાસેથી અપહરણ કરી જનાર નંબર ની સ્કોર્પીયો કાર નીકળતા તેને રોકાવી ત્રણેય આરોપીઓ ખોડાભાઇ રણછોડભાઇ સેફાત્રા, ગોપાલભાઇ ગેલાભાઇ સેફાત્રા તથા મેલાભાઇ હમીરભાઇ સેફાત્રાને પકડી પાડી ભોગબનનારને મુક્ત કરાવી ભોગબનનારે રૂપીયાની લતીદેતીના મનદુખ બાબતે આરોપીઓએ પોતાનું અપહરણ કરી માર મારેલ હોવાની પોતાની ફરીયાદ જાહેર કરતા વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી ત્રણેય આરોપીઓ વીરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી.ખરાડી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એ.ભરગા તથા સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. જીતેન્દ્રકુમાર અઘારા તથા ચમનભાઇ ચાવડા તથા હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ચાવડા તથા અરવીંદભાઇ બેરાણી, કોન્સ્ટેબલ સંજયસિંહ જાડેજા તથા વીજયભાઇ ડાંગર તથા રવીભાઇ કલોત્રા તથા અજયસિંહ ઝાલા તથા સહદેવસિંહ રાઠોડ તથા હળવદ પોલીસ સ્ટાફ રોકાયેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!