મોરબી:રાજ્ય સરકારના દિવ્યાંગ નાગરિકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમના દ્વારા દિવ્યાંગ નાગરિકોને આર્થિક સહાય આપવામાં આવે છે. તે મુજબ દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ દિવ્યાંગ યુગલને સહાય મળે છે.
દિવ્યાંગ લગ્ન યોજના હેઠળ જો દિવ્યાંગ નાગરિકો વચ્ચે લગ્ન થાય, તો સરકાર દ્વારા રૂ. ૧,૦૦,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.તેમજ જો એક દિવ્યાંગ અને એક સામાન્ય વ્યક્તિ વચ્ચે લગ્ન થાય, તો સહાય રૂ. ૫૦,૦૦૦/- છે. આ સહાય આજીવન એકવાર જ મળી શકે છે અને લગ્નના બે વર્ષની અંદર અરજી કરવી જરૂરી છે.
ઉપરોક્ત યોજના માટેની લાયકાત અને જરૂરી દસ્તાવેજોમાં કન્યાની ઉંમર ૧૮ વર્ષથી વધુ અને કુમારની ૨૧ વર્ષથી વધુ હોવી જરૂરી છે. તથા અરજદાર પોતાના જ જીલ્લાના સત્તાવાર પોર્ટલ esamajkalyan.gujarat.gov.in પર અરજી કરી શકે છે. અરજી સાથે જોડવાના દસ્તાવેજો જેવા કે લગ્ન નોંધણી પ્રમાણપત્ર, ૪૦% કે વધુ દિવ્યાંગતા ધરાવતું ડૉક્ટરનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, જન્મની માહિતી, તથા રેશન કાર્ડની નકલ, બેંક ખાતાની નકલ અથવા રદ્દ કરાયેલ ચેક, સંયુક્ત ફોટો (પોસ્ટકાર્ડ સાઇઝ)
આ સિવાય વધુ માહિતી માટે નિકટના જન સેવા કેન્દ્ર, જીલ્લા કલેકટર કચેરી અથવા તાલુકા પંચાયતનો સંપર્ક સાધવા સૂચના આપવામાં આવી છે.