Friday, December 27, 2024
HomeGujaratહળવદના કોયબા ગામ નજીક મોટર કારની ટકકરે બાઇક સવાર બે સગાભાઈઓ ઘાયલ

હળવદના કોયબા ગામ નજીક મોટર કારની ટકકરે બાઇક સવાર બે સગાભાઈઓ ઘાયલ

હળવદ: ધ્રાંગધ્રા-માળીયા હાઇવે ઉપર એક ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં મોટર કારે બાઇકને ટકકર મારતા બાઇક ઉપર જઈ રહેલા બે સગા ભાઈઓને હાથ-પગ અને છાતીની પાસળીઓમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના કવાડીયા ગામે રહેતા વિનોદભાઇ શંકરભાઇ મણદરીયા ઉવ.૩૦ એ હળવદ પોલીસ મથકમાં મોટર કાર રજી.નં. જીજે-૨૭-સીએફ-૪૦૯૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૦૬/૧૧ ના રોજ વિનોદભાઈ અને તેમના નાનાભાઈ નાગજીભાઈ બાઇક રજી.નં. જીજે-૩૬-એએમ-૬૩૭૭ લઈને જતા હોય તે દરમિયાન ધ્રાગધ્રા-માળીયા હાઇવે રોડ પર કોયબા ગામના પાટીયા પાસે આવેલ કટ પાસે ઉપરોક્ત મોટર કાર ચાલકે પોતાની કાર સ્પીડમાં ચલાવી વિનોદભાઇના બાઇકને સાઈડમાંથી જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, આ દુર્ઘટનામાં ફરીયાદી વિનોદભાઈને જમણા હાથમાં મૂંઢ ઇજા તથા છાતીમાં પાસળીઓમાં ગંભીર ઇજા અને ડાબા પગે ફ્રેક્ચર થયો હતો, જ્યારે તેમના નાનાભાઈ નાગજીને પણ જમણા પગે ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચી હતી. હાલ હળવદ પોલીસે આરોપી મોટરકારના ચાલક સામે ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!