Thursday, November 14, 2024
HomeGujaratમોરબી વિશ્વ હિન્દુ પરિષદ ગૌ રક્ષા વિભાગ દ્વારા ગોપાષ્ટમીની ઉજવણી કરાઇ

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ ગૌ રક્ષા વિભાગ દ્વારા ગોપાષ્ટમીની ઉજવણી કરાઇ

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ ગૌ રક્ષા વિભાગ દ્વારા કાર્તિક સુદ અષ્ટમીના દિવસે એટલે કે ગોપાષ્ટમીના દિવસે ગાયો નું પૂજન અને ગાયોને ગોળ અને નીરણ જમાડી ઉજવણી કરાઇ હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ ગૌ રક્ષા વિભાગનો કાર્યક્રમ કાર્તિક સુદ અષ્ટમીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગોપાષ્ટમીનો દિવસ બે ઘટનાઓથી જોડાયેલો છે.

જેમાં પ્રથમ ઘટના ભગવાન કૃષ્ણએ દેવરાજ ઇન્દ્રનું અભિમાન પર વિજય મેળવી ગોવર્ધનપૂજાનો પ્રારંભ કરાવ્યો હતો. તથા બીજી ઘટના એટલે ભગવાન છ વર્ષની ઉંમરે જશોદા માતા અને નંદરાયની પરાણે આજ્ઞા લઇ કાર્તિક શુક્લ અષ્ટમીના દિવસે ઉઘાડા પગે જંગલમાં ગાયો ચરાવવાનો ગૌ લીલાનો પ્રારંભ કરી ભગવાન કૃષ્ણ ગોપાલક ગોવિંદ બન્યા હતા એટલે આ દિવસથી ગોપાષ્ટમી તરીકે ઉત્સવ સમગ્ર ભારત વર્ષમાં ઉજવવામાં આવે છે. જે ઉત્સવ આજરોજ મોરબી ખાતે ગોપાષ્ટમીના પવિત્ર દિવસ નિમીતે વિશ્વ હિન્દુ પરિષદ મોરબી પ્રખંડ દ્વારા ઉમીયા આશ્રમ શનાળા રોડ ખાતે આવેલ ગૌશાળામાં ગાય માતાનું પુજન કરી ગાય માતાને ગોળ અને લીલું નીરણ ખવડાવી ગાય માતાની પ્રદક્ષિણા પણ કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!