Thursday, November 14, 2024
HomeGujaratમોરબીમાં વધુ એક યુવક શેર બજારમાં ઓનલાઇન રોકાણ કરી છેતરપિંડીનો શિકાર થયો

મોરબીમાં વધુ એક યુવક શેર બજારમાં ઓનલાઇન રોકાણ કરી છેતરપિંડીનો શિકાર થયો

વધુ નફાની લાલચે રોકાણ કરેલ ૧૩.૭૫ લાખ ગુમાવવાનો વારો આવ્યો, ચાર મોબાઇલ નંબર ધારક અને પાંચ બેંક એકાઉન્ટ ધારક એમ કુલ ૯ સામે ફરિયાદ

- Advertisement -
- Advertisement -

મોરબીમાં રહેતા અને સીરામીક ફેક્ટરીમાં લેબ.કોન્ટ્રાક્ટના ધંધાર્થી શેરબજારમાં રોકાણ કરી વધુ નફો કમાવવાની લોભામણી લાલચનો શિકાર થયા છે, વોટ્સએપમાં શેરબજારને સંલગ્ન ગ્રુપમાં એડ કરી ઓનલાઇન શેરની ખરીદી વેચાણની ટિપ્સ બાદ ‘એલિસ’ એપ્લિકેશનમાં લોગીન કરી અલગ અલગ બેંક ખાતામાં રૂ.૧૩.૭૫ લાખ ટ્રાન્સફર કરાવી બાદમાં રોકાણ અને નફાના આ રૂપિયા ન આપતા ભોગ બનનારે પ્રથમ સાયબર ક્રાઇમ હેલ્પ લાઈનમાં અરજી કર્યા બાદ સીટી એ ડિવિઝન પોલીસમાં રૂબરૂ અરજીને આધારે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર મોબાઇલ નંબર ધારક અને પાંચ બેંક ખાતા ધારક સામે આઇટી એક્ટ તથા વિશ્વાસઘાત/છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીમાં ઉમા ટાઉનશીપમાં પરિશ્રમ એપાર્ટમેન્ટ બ્લોક નં.૨૦૨માં રહેતા અને સીરામીકમાં લેબોરેટરીના કોન્ટ્રક્ટના ધંધા સાથે સંકળાયેલ શૈલેષભાઇ નારણભાઇ ઓધવીયા ઉવ.૪૦ વાળાએ પોતાની સાથે થયેલ રૂપિયા ૧૩.૭૫ લાખની ઓનલાઇન છેતરપિંડી બાબતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગત તા.૨૦ ફેબ્રુ.૨૦૨૪ના રોજ શૈલેષભાઇના મોબાઈલ નંબર વોટસેપમા એક stock vanguard ગ્રુપમા વોટસેપ નંબર ૮૭૫૫૩૩૮૩ ૯૭ વાળાએ ગ્રુપમા એડ કરેલ હોય. અને આ વોટસએપ નંબર ૮૭૫૫૩૩૮૩૯૭ વાળા માણસની ગ્રુપ પ્રોફાઇલ ચેક કરતા તેનું નામ વનીતા ગોયલ લખેલ આવતુ હતુ અને આ ગ્રુપમા એડમીન મો. નં-૯૭૫૨૦૪૯૫૪૪ કરણ વીરધીલોન તથા મો. નં-૯૬૩૦૧૦૫૯૯૪ તથા મો. નં-૮૭૯૧૧૦૩૫૮૬ વાળા એડમીન હોય અને ગ્રુપમા આ ઉપરોક્ત નંબર વાળા વનીતા ગોયલ વોટસએપ ચેટીંગ દ્રારા વોટસએપ મેસેજમાં શેર બજારમાં રોકાણ કરવા તેમજ શેર ખરીદ વેચાણ કરવા અંગેની ટીપ્સ મોકલતા હોય અને આ વોટસએપ ચેટ દરમ્યાન શેર બજારમાં રોકાણ કરવા માટે તમારે “ALICE”application Apple store માં જઇને ડાઉનલોડ કરવા જણાવેલ હોય જેથી મે “ALICE” application applicationમાં લોગીન અને કેવાયસી પૂર્ણ કરી શૈલેશભાઈને જણાવ્યા મુજબના પાંચ અલગ અલગ બેંક ખાતામાં ૧૩.૭૫ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

ઉપરોક્ત ‘ALICE એપ્લિકેશન મારફત રોકાણ કરેલ રૂપિયા તથા તે બદલ થયેલ નફો મળી કુલ ૩૯.૫૦લાખ રૂપિયામાંથી અમુક રૂપિયા શૈલેષભાઇ દ્વારા ઉપાડ કરતા વધુ ૨.૫૦ લાખ ભરીને ઉપાડી શકો તેમ જણાવ્યા બાદ શંકા જતા વારંવાર ઉપરોક્ત વોટ્સએપ નંબરમાં પોતાના રૂપિયા ઉપાડવા બાબતે ચેટ મારફત વાત કરતા શૈલેશભાઈના મોબાઈલમાં ઉપરોકત alice એપ્લિકેશન બંધ કરી, વોટ્સએપ ગ્રુપમાંથી પણ રિમુવ કરતા પ્રથમ સાયબર ક્રાઇમ ૧૯૩૦ માં ઓનલાઇન અરજી કરી શૈલેશભાઈએ પોતાની સાથે તગયેલ ઠગાઇ બાબતે ફરિયાદ નોંધાવ્યા બાદ અરજી આધારે મોરબી સીટી એ ડિવિઝનમાં રૂબરૂ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસે ૪ મોબાઇલ ધારક અને ૫ બેંક ખાતા ધારક એમ ૯ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!