મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ટ્રેકટર ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડિટેક્ટ કરી એક ઇસમને ચોરીમાં ગયેલ ટ્રેકટર કિંમત રૂ. ૫,૦૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચ મોરબી દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. જે ઇસમને તાલુકા પોલીસને સોંપી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી…
મળતી માહિતી અનુસાર, અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, અધિક્ષક મોરબી રાહુલ ત્રિપાઠીએ મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા, અનડીટેકટ શોધી કાઢવા તથા ગુનેગારો પકડવા શ્વી.એન.પરમાર I/C પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી. મોરબીને સુચના આપતા જે અંતર્ગત કે.એચ.ભોચીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./ પેરોલ સ્ટાફના માણસો કામગીરી કરવા કાર્યરત હતા. તે દરમ્યાન એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફના એ.એસ.આઇ. જિજ્ઞાસાબેન કણસાગરા, સુરેશભાઇ હુંબલ, પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઇ મિયાત્રા વગેરે સ્ટાફના માણસોને ખાનગી રાહે તેમજ હ્યુમન સોર્સ તથા ટેકનીક માધ્યમથી બાતમી મળી કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ૨૧૫૮/૨૦૨૪ બી.એન.એસ.ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનામાં બ્લુ કલરનુ ટ્રેકટર રજી.નં. GJ36AF9913 વાળુ ચોરી થઈ ગયું હતું. જે ટ્રેકર સાથે એક ઇસમ કે જેણે શરીરે ચેક્સ વાળો શર્ટ તથા બ્લુ કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે. અને હાલ ઉંચી માંડલ ગામ પાસે આવેલ માર્બીલાનો કારખાનાની સામે રોડ ઉપર ટ્રેકટર સાથે ઊભો છે તેવી હકીકત આધારે તપાસ કરતા ઇસમ બેડીસિંગ ગુલાબસિંગ ગૌડ રહે. હાલ મોરબી-જેતપર રોડ પાવડીયારી કેનાલ નજીક બ્લુ જોન કારખાનામાં મુળ રહે. દેવરી નીઝમ દીયોરી નીઝમ દામોહ (એમ.પી) વાળાને ચોરીમાં ગયેલ ટ્રેકટર રજી.નં GJ36AF9913 વાળુ જેની કિ.રૂ.૫,૦૦,૦૦૦/-
સાથે પકડી ઇસમને મોરબી તાલુકા પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવી હતી.
જેમાં વી.એન.પરમાર I/C પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી, PSI કે.એચ.ભોચીયા અને એલ.સી.બી./પેરોલ સ્ટાફના માણસો કામગીરીમાં સાથે જોડાયા હતાં.