Thursday, December 26, 2024
HomeGujaratવાંકાનેરના ધોળાકુવા વિસ્તારમાં વનરક્ષક ઉપર ડમ્પર ચડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી...

વાંકાનેરના ધોળાકુવા વિસ્તારમાં વનરક્ષક ઉપર ડમ્પર ચડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરતા ત્રણ સામે ફરિયાદ

ગઈકાલે ખાણ ખનીજ વિભાગની રેઇડમાં ઉપરોક્ત ત્રણ પૈકી એક આરોપીનું નામ ખુલ્યું હતું.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના ધોળાકુવા, લુણસર વિસ્તારમાં આઈવા ડમ્પર પુરપાટ ઝડપે ચલાવી વનરક્ષક અધિકારીને મારી નાખવાના ઇરાદે તેના ઉપર ચડાવી સ્થળ ઉપરથી નાસી ગયો જ્યારે અન્ય બે આરોપીઓએ વનરક્ષક તથા તેની સાથેના સ્ટાફની ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે ખાણ-ખનીજ વિભાગની લુણસર ગામ વિસ્તારમાં ગેરકાયદેસર સેન્ડસ્ટોન ખનીજ-ચોરીમાં ઉપરોક્ત ત્રણ પૈકી એક આરોપીનું નામ ખુલ્યું હતું. હાલ વનરક્ષક અધિકારી દ્વારા ઉપરોક્ત ત્રણેય આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ ફરિયાદી મુકેશભાઇ હીરાભાઇ સોલંકી વનરક્ષક તરીકે ફરજ બજાવતા હોય અને હાલ તેઓ વિડી જાંબુડીયા ફોરેસ્ટ ક્વાર્ટરમાં રહે છે. તેઓએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી રમેશભાઇ જાલાભાઇ ગમારા રે.ધોળાકુવા લુણસર, આરોપી આઇવા ડમ્પર રજી.નં.જીજે-૧૩-એએક્સ-૬૩૫૭ વાળુ લઇ જનાર ડ્રાઇવર તથા આરોપી મોટરસાયકલ રજી.નં. જીજે-૩૬-એએન-૨૬૬૪ નો ચાલક સામે ફરિયાદ નોંધાવી કે વનરક્ષક મુકેશભાઈ ગઈકાલ ૧૨મી નવેમ્બર ૨૦૨૪ના રોજ બપોરે લગભગ ૩:૪૫ થી ૪:૩૦ વાગ્યાની વચ્ચે ધોળાકુવા, લુણસર વિસ્તારમાં ફરજમાં હતા ત્યારે આઈવા ડમ્પર રજી.નં. જીજે-૧૩-એએક્સ-૬૩૫૭ ના ચાલકે પોતાનું ડમ્પર પુરપાટ ગતિએ ચલાવી વનરક્ષક મુકેશભાઈની જાનહાની થાય તે રીતે તેની ઉપર ચડાવ્યુ હતું, જ્યારે આરોપી રમેશભાઇ જાલાભાઇ ગમારાએ અને ઉપરોક્ત મોટર સાયકલ ચાલક આરોપીએ પણ વનરક્ષક મુકેશભાઈને અને તેની સાથેના સ્ટાફ રાહુલભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી રાજ્યસેવકની ફરજમાં રૂકાવટ કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!