વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા આશરે સાડા ત્રણ મહીનાથી નાશતા ફરતા આરોપીને વાંકાનેર બાઉન્દ્રી પાસેથી પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી કીશનભાઇ ભીખુભાઇ વાધાણીને પકડી પાડી કાયદેસર કાર્યવાહી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનીરીક્ષક રાજકોટ વિભાગ અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક મોરબી રાહુલ ત્રિપાઠી તરફથી નાશતા ફરતા આરોપીઓની તપાસ કરી સત્વરે પકડી પાડી અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ એસ.એચ. સારડાના સીધા માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ નાશતા ફરતા આરોપીઓની શોધખોળ કરવા માટે પ્રયત્નશીલ હતાં. તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ જાડેજા, વીજયભાઈ ડાંગર, અજયસિંહ ઝાલાને સંયુક્ત ખાનગી બાતમી મળી કે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના સી પાર્ટ ગુ.ર.નં.૦૮૪૮/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૨૪ તથા પ્રોહી. એક્ટ કલમ ૬૫(ઇ),૯૮(૨).૮૧ મુજબના કામે છેલ્લા આશરે સાડા ત્રણ મહીનાથી નાશતો ફરતો આરોપી કીશનભાઇ ભીખુભાઇ વાઘાણી ઉંમર ૨૪ વાળા રહે. હાલ રાજકોટ, બેડી ચોકડી, મોરબી રોડ, સાંઇ રેસીડેન્સી,બ્લોક નં.૨.શેરી નં.૧ મુળ ગામ-ગારીડા રાજકોટ તાલુકા વાળાનું નામદાર વાંકાનેર કોર્ટ દ્વારા બી.એન.એસ.એસ. કલમ ૭૨ મુજબનું વોરંટ મેળવેલું હતું. જે નાશતો ફરતો આરોપી વાંકાનેર બાઉન્ટ્રી ખાતેથી પકડી પાડી ગુન્હાના કામે અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. આમ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને પ્રોહીબીશનના ગુન્હાના નાશતા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળી હતી.
જેમાં ડી.વી.ખરાડી પોલીસ ઇન્સ્પેકટર, સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ. જીતેન્દ્રકુમાર અધારા, ચમનભાઈ ચાવડા, પોલીસ હેડ કોન્સ્ટેબલ વીનેશકુમાર ખરાડી, પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ જાડેજા, વીજયભાઈ ડાંગર, વીભાઇ કલોત્રા તેમજ અજયસિંહ ઝાલા દ્વારા કામગીરી કરવામાં આવી હતી.